નવી દિલ્હીઃ દેશની સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. તેવામાં આજે મોંઘવારી પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ટીએમસીના મહિલા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે લોકસભામાં ઉભા થઈને કાચુ રીંગણ ખાધુ. હકીકતમાં ટીએમસી સાંસદે મોંઘવારી પર વિરોધ નોંધાવવા આ કિમિયો અજમાવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે રસોઈ ગેસ એટલો મોંઘો છે કે કાચા શાકભાજી ખાવા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિલિન્ડરના ભાવ વધવાથી નારાજ હતા સાંસદ
કાચુ રીંગણ ખાઈને મોંઘવારીનો વિરોધ કરનાર ટીએમસી સાંસદ કાકોલી ઘોષે એલપીજીના ભાવ ઘટાડવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ 4 વખત વધ્યા છે. પહેલા રસોઈ ગેસ 600 રૂપિયાનો હતો, જે હવે 1 હજાર રૂપિયાનો થઈ ગયો છે. તે ગુસ્સામાં બોલ્યા કે સરકાર શું ઈચ્છે છે કે અમે કાચા શાકભાજી ખાઈએ. સાંસદે કહ્યું કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવો જોઈએ. 


આ પણ વાંચોઃ પૂર્વ સીએમ એનટીઆરની પુત્રીનું મોત, હૈદરાબાદમાં તેમના ઘરે લટકતી હાલતમાં મળી લાશ


તેમણે વિરોધ દરમિયાન રીંગણ ખાધુ નહીં પરંતુ માત્ર દાંતથી કાપ્યું અને દર્શાવ્યું કે તે ખાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે આ શાક હું કાચુ ખાવાની વાત કરી રહી છું. તેમણે સંસદમાં પોતાની વાત રાખતા કહ્યું કે આજના સમયમાં ગરીબ અને મજબૂર કઈ રીતે આટલો મોંઘો બાટલો ખરીદી શકે. તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ જે કાચુ ખાવાની ટેવ પાડવા માંગે છે તેને બંધ કરવી પડશે. 


આ સમયને કર્યો યાદ
કાકોલી ઘોષે જૂના સમયને પણ યાદ કર્યો હતો. તેમના પ્રમાણે એક જમાનામાં સિલિન્ડરના ભાવ વધી જાય તો આ સરકારના એક નેતા ખાલી સિલિન્ડર લઈને પરિસરમાં આવ્યા અને સિલિન્ડરના ભાવ વધ્યા તો વિરોધ કર્યો હતો પરંતુ આજે કોઈ વિરોધ કરે તો તેનો અવાજ બંધ કરી દેવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube