પૂર્વ સીએમ એનટીઆરની પુત્રીનું મોત, હૈદરાબાદમાં તેમના ઘરે લટકતી હાલતમાં મળી લાશ

Uma Maheshwari Death: આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવની પુત્રી ઉમા માહેશ્વરીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે. 

પૂર્વ સીએમ એનટીઆરની પુત્રીનું મોત, હૈદરાબાદમાં તેમના ઘરે લટકતી હાલતમાં મળી લાશ

હૈદરાબાદઃ ટીડીપીના સંસ્થાપક અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવની પુત્રી ઉમા માહેશ્વરીનું નિધન થયું છે. તે સોમવારે હૈદરાબાદમાં પોતાના આવાસ પર ફાંસીએ લટકેલા મળ્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનીક હોસ્પિટલ મોકલી દીધો છે. કલમ 174 સીઆરપીસી (આત્મહત્યા પર પૂછપરછ અને રિપોર્ટ કરવા માટે) પોલીસ કેસ દાખલ કરી રહી છે અને આગળની તપાસ ચાલી રહી છે. 

ઉમા માહેશ્વરી તેલુગુ દેશમ પાર્ટીના સંસ્થાપક એનટી રામારાવના 12 સંતાનોમાં સૌથી નાની હતી. જાણવા મળી રહ્યું છે કે માહેશ્વરી છેલ્લા કેટલાક મહિનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યાં હતા અને તેની સારવાર ચાલી રહી હતી. 

— ANI (@ANI) August 1, 2022

પરિવારના સભ્યો આવાસ પર પહોંચ્યા
પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ભાજપ નેતા દગ્ગુબાતી પુરંદેશ્વરી અને નારા ભુવનેશ્વરી તેમના બહેન છે. નારા ભુવનેશ્વરી ટીડીપીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રાબાબૂ નાયડૂના પત્ની છે. ચંદ્રાબાબૂ નાયડૂ, તેમનો પુત્ર નારા લોકેશ અને પરિવારના અન્ય સભ્યો માહેશ્વરીના આવાસ પર પહોંચ્યા છે. ઉમાહેશ્વરીના ભાઈ એન બાલકૃષ્ણ જે એક ટોલીવુડ અભિનેતા અને ટીડીપી ધારાસભ્ય છે અને સાથે વિદેશમાં રહેતા પરિવારના અન્ય સભ્યોને ઉમા માહેશ્વરીના નિધન વિશે માહિતી આપી દેવામાં આવી છે. 

એનટીઆરની સૌથી નાની પુત્રી હતી ઉમા માહેશ્વરી
એનટી રામા રાવ એક ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા અને રાજનેતા હતા. તેમણે ત્રણ કાર્યકાળોમાં સાત વર્ષ સુધી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં કાર્ય કર્યું હતું. 1996માં 72 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. એનટીઆરને 12 બાળકો હતા જેમાં ચાર પુત્રીઓ અને 8 પુત્રો. ઉમા માહેશ્વરી ચાર પુત્રીમાં સૌથી નાની હતી. હાલમાં ઉમા માહેશ્વરીની પુત્રીના લગ્નમાં પરિવારના ઘણા સભ્યો આવ્યા હતા. અભિનેત્રા અને પૂર્વ મંત્રી એન હરિકૃષ્ણા સહિત એનટીઆરના ત્રણ પુત્રોનું પણ નિધન થઈ ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news