નવી દિલ્હીઃ ચોમાસાના આગમન વચ્ચે ગુજરાત સહિત દેશના ઘણા ભાગમાં ચક્રવાતી તોફાન બિપરજોય કહેર મચાવવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે પહેલાં જ તબાહીની આશંકા વ્યક્ત કરી છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે બિપરજોય 15 જુને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે લેન્ડફોલ કરી શકે છે. હવે ખાસ વાત છે કે આ હવામાન ગતિવિધિઓ વચ્ચે ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે. પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે હવે બિપરજોય મોનસૂનને વધુ પ્રભાવિત કરશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા રાહતની વાત
હવામાન વિભાગે મંગળવારે કહ્યું કે ચક્રવાત બિપરજોય મોનસૂનના પ્રવાહથી સંપૂર્ણ રીતે અલહ થઈ ચુક્યું છે અને તે વરસાદ લાવનારી સિસ્ટમ કે તેના પ્રદર્શન પર કોઈ ખરાબ અસર કરશે નહીં. IMD પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યુ- હવે મોનસૂન પ્રવાહથી અલગ થઈ ચુક્યું છે. અમને મોનસૂનના આગળ વધવા કે તેના પ્રદર્શન પર વાવાઝોડા દ્વારા મોટા પાયે અસર પડવાની આશા નથી. 


આ પણ વાંચોઃ Cyclone Biparjoy: આજથી શરૂ થશે વાવાઝોડાની ખરી અસર, આ જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ


કઈ રીતે ચોમાસાને અસર કરી રહ્યું હતું બિપરજોય
હવામાન નિષ્ણાતો કહે છે કે ચક્રવાત સિસ્ટમ તમામ ભેજ ખેંચી રહી છે અને તેથી અરબી સમુદ્રમાંથી કેરળ, કર્ણાટક અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ પહોંચી રહ્યો નથી. IMDના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બી.પી. યાદવ કહે છે, “સામાન્ય રીતે કેરળમાં ચોમાસું સંપૂર્ણ બળ સાથે આવે છે. હવે જ્યાં ચોમાસું પહોંચી ગયું છે, ત્યાં પણ ચોમાસાની પેટર્ન ગાયબ છે. ચોમાસાના આગમન પર, વાદળોની સંખ્યા, પવનની દિશા પણ બદલાય છે, જે મોટા વિસ્તાર પર જોઈ શકાતી નથી. કેરળમાં ચોમાસું લગભગ એક સપ્તાહ મોડું પહોંચ્યું છે.


Cyclone Biparjoy: ગુજરાત માટે ત્રણ દિવસ ભારે, આ રીતે આગળ વધી રહ્યું છે વાવાઝોડું, જુઓ લેટેસ્ટ સેટેલાઇટ તસવીરો


અરબ સાગરમાં વધતા તોફાનોથી ચિંતા
વૈજ્ઞાનિક અરબ સાગરમાં ચક્રવાતી તોફાનોની વધતી સંખ્યાને લઈને ચિંતિત છે. હકીકતમાં તેની સીધી અસર ભારતમાં મોનસૂન પર થાય છે. માનવામાં આવે છે કે ક્લાઈમેટ ચેન્જને કારણે અરબ સાગરમાં ચક્રવાતોની અવધિમાં વધારો થયો છે. આંકડા જણાવે છે કે અરબ સાગરમાં તોફાનો 52 ટકા વધી ગયા છે. જ્યારે અતિ ગંભીર તોફાનોમાં 150 ટકાનો વધારો થયો છે. 


શું છે મોનસૂનની લેટેસ્ટ સ્થિતિ
હવામાન વિભાગ અનુસાર મોનસૂન કેરલ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગ, ગોવા, લક્ષદ્વીપ, તમિલનાડુ અને પૂર્વોત્તરના રાજ્યોમાં પહોચી ગયું છે. સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં 15-20 જૂન, બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં 15 જૂન સુધી પહોંચી શકે છે. ખાસ વાત છે કે મહારાષ્ટ્રના કેટલાક ભાગ, રાજસ્થાન, તેલંગણા, આંધ્ર પ્રદેશમાં વિલંબ ચાલી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube