જ્યોતિરાદિત્ય સિંધિયાનું રાજીનામું તો ઝાંખી, હજુ અડધો ડઝન ટોપ નેતાઓ બાકી!
મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસને મસમોટો આંચકો લાગ્યો છે. દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે.
નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસને મસમોટો આંચકો લાગ્યો છે. દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે. નોંધનીય છે કે સિંધિયાએ આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનુ રાજીનામું ગઈ કાલે 9મી માર્ચે જ આપી દીધુ હતું આજે તેમણે બસ ટ્વીટર દ્વારા ઔપચારિક જાહેરાત જ કરી છે. રાજીનામું પડ્યા બાદ હવે સાંજે થનારી ભાજપની સીઈસીની બેઠક અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ જશે તેવી શક્યતા છે.
MPમાં કોંગ્રેસને જબરદસ્ત આંચકો, દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું રાજીનામું
સિંધિયાના રાજીનામા બાદ હવે મધ્ય પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા સહિત અને રાજ્યોના કોંગ્રેસના મોટા નેતાઓ પાર્ટીનો સાથ છોડી શકે તેવી માહિતી છે. કહેવાય છે કે અડધા ડઝનથી વધુ ટોપ લીડર્સ કોંગ્રેસ હાઈ કમાન્ડ અને રાહુલ ગાંધીની કાર્યશૈલીથી નારાજ છે. એવામાં તેઓ જલદી જ્યોતિરાદિત્યને પગલે જઈ શકે છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube