MPમાં કોંગ્રેસને જબરદસ્ત આંચકો, દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું રાજીનામું

મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસને મસમોટો આંચકો લાગ્યો છે. દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે.

MPમાં કોંગ્રેસને જબરદસ્ત આંચકો, દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું રાજીનામું

ભોપાલ: મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસને મસમોટો આંચકો લાગ્યો છે. દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે. નોંધનીય છે કે સિંધિયાએ આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનુ રાજીનામું ગઈ કાલે 9મી માર્ચે જ આપી દીધુ હતું આજે તેમણે બસ ટ્વીટર દ્વારા ઔપચારિક જાહેરાત જ કરી છે. રાજીનામું પડ્યા બાદ હવે સાંજે થનારી ભાજપની સીઈસીની બેઠક અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ જશે તેવી શક્યતા છે. 

— ANI (@ANI) March 10, 2020

સિંધિયાના રાજીનામા બાદ હવે મધ્ય પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા સહિત અને રાજ્યોના કોંગ્રેસના મોટા નેતાઓ પાર્ટીનો સાથ છોડી શકે તેવી માહિતી છે. કહેવાય છે કે અડધા ડઝનથી વધુ ટોપ લીડર્સ કોંગ્રેસ હાઈ કમાન્ડ અને રાહુલ ગાંધીની કાર્યશૈલીથી નારાજ છે. એવામાં તેઓ જલદી જ્યોતિરાદિત્યને પગલે જઈ શકે છે. 

અત્રે જણાવવાનું કે પીએમ મોદી 2014થી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા રહ્યાં છે. આવામાં જે રીતે સતત કોંગ્રેસના નેતાઓમાં પરસ્પર નારાજગી દેખાડતા જોવા મળી રહ્યાં છે. જેથી જાણવા મળે છે કે કોંગ્રેસના આંતરિક હાલાત પણ ગડબડીવાળા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news