Ghaziabad માં કોરોનાનો પ્રકોપ, એક સાથે DM અને CMO સહિત 50 ઓફિસર કોરોના સંક્રમિત
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગાઝિયાબાદના જિલ્લાધિકારી અજય શંકર પાંડે કોરોના સંક્રમિત થયાના એક દિવસ બાદ જિલ્લાના મુખ્ય ચિકિત્સા અધિકારી (CMO) અને પોલીસ પ્રમુખ સહિત લગભગ 50 ઓફિસરો કોવિડ-19થી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે.
ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગાઝિયાબાદના જિલ્લાધિકારી અજય શંકર પાંડે કોરોના સંક્રમિત થયાના એક દિવસ બાદ જિલ્લાના મુખ્ય ચિકિત્સા અધિકારી (CMO) અને પોલીસ પ્રમુખ સહિત લગભગ 50 ઓફિસરો કોવિડ-19થી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. આ જાણકારી અધિકારીઓએ આપી.
ગાઝિયાબાદ પણ ખરાબ રીતે પ્રભાવિત
ઉત્તર પ્રદેશનો ગાઝિયાબાદ જિલ્લો કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત જિલ્લાઓમાં સામેલ છે. જિલ્લા મલેરિયા અધિકારી જ્ઞાનેન્દ્ર મિશ્રાએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે સોમવારે સંક્રમિત મળેલા અધિકારીઓમાં ડોક્ટર અને મેડિકલ કર્મીઓ પણ સામેલ છે.
તેમણે જણાવ્યું કે સીએમઓ એન કે ગુપ્તા જિલ્લાધિકારી પાંડે સાથે કામ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે ગુપ્તા ગાઝિયાબાદમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે પાંડેની ટીમના સભ્ય હતા.
આ ઓફિસરો પણ કોરોના સંક્રમિત
આ ઉપરાંત જિલ્લા મહિલા હોસ્પિટલના સીએમએસ ડો.સંગીતાા ગોયલ, ડો.કૃષ્ણા મલ્લ, ડો.આરપી સિંહ, આર સી ગુપ્તા, મદનલાલ, ડો.સંગીતા, ડો.મુકેશ ત્યાગી પણ કોરોના સંક્રમિત છે. 17 લેબ ટેક્નિશિયન અને પાંચ ફાર્માસિસ્ટ પણ કોરોના સંક્રમિત થયા છે. ડીએમના સંક્રમિત થયા બાદ જીડીએ વી સી કૃષ્ણા કરુણેશને ડેએમ ગાઝિયાબાદનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
યુપીનું કોરોના બુલેટિન
ઉત્તર પ્રદેશમાં કોરોનાના નવા કેસ પર લગામ કસતી જોવા મળતી નથી. પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 33574 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં લખનઉમાં કોરોનાના નવા 4566 નવા દર્દીઓ નોંધાયા છે. પ્રયાગરાજમાં 1113, કાનપુરમાં 2040, વારાણસીમાં 1838, મેરઠમાં 1290 નવા કેસ નોંધાયા છે.
Coronavirus: ભારતમાં કોરોનાની કથળેલી સ્થિતિથી Google પણ વ્યથિત, અધધધ...મદદની કરી જાહેરાત
Video: ત્રિરંગાના રંગમાં રંગાઈ બુર્જ ખલીફાની ઈમારત, ચારેબાજુથી અવાજ ઉઠ્યો- Stay Strong India
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube