નવી દિલ્હી: દૈનિક ધોરણે નવા પોઝિટીવ નોંધાતા દર્દીઓની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓની વધુ સંખ્યાનું વલણ એકધારું જળવાઇ રહ્યું હોવાથી સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 2.50 લાખ થઇ ગઇ છે જે આજે 2,50,183 નોંધાઇ હતી. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનું ભારણ માત્ર 2.43% રહ્યું જે 2.5%ના મહત્વપૂર્ણ સ્તરથી નીચે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 19,079 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હતી જ્યારે આટલા જ સમયગાળામાં નવા 22,926 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. આ કારણે છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસના ભારતમાં 4,071 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

Video: અહીં યોજાયું અનોખું વિરોધ પ્રદર્શન, લોકો ટ્રેનમાં એકબીજાને કરવા લાગ્યા KISS


છેલ્લા 7 દિવસમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ (107) ધરાવતા દેશમાં ભારત છે. છેલ્લા 7 દિવસમાં બ્રાઝિલ, રશિયા, ફ્રાન્સ, ઇટાલી, અમેરિકા અને યુકેમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સંખ્યા ઘણી વધારે નોંધાઇ છે. ભારતમાં કુલ સાજા થઇ ગયેલા કેસની સંખ્યા લગભગ 1 કરોડના આંકડા સુધી પહોંચી ગઇ છે. કુલ સાજા થયેલા કેસની સંખ્યા 99 લાખનો આંકડો પાર કરી ગઇ (99,06,387) છે.

Corona Vaccine ને લઇને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, બધાને મળશે મફતમાં વેક્સીન


આજે સાજા થવાનો સરેરાશ દર વધીને 96.12% સુધી પહોંચી ગયો છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસની વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે અને જે હાલમાં 96,56,204 થઇ ગયો છે. નવા સાજા થયેલા દર્દીઓમાંથી 78.64% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.


કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,111 દર્દીઓ કોવિડમાંથી સાજા થઇ ગયા છે. ત્યારબાદ, દૈનિક ધોરણે સૌથી વધુ રિકવરી મહારાષ્ટ્રમાં નોંધાઇ છે જ્યાં એક દિવસમાં વધુ 4,279 દર્દી જ્યારે પશ્ચિમ બંગાળમાં એક દિવસમાં નવા 1,496 દર્દી સાજા થયા છે. નવા સંક્રમિત થયેલા કેસમાંથી 80.56% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

હેલ્થ મિનિસ્ટરે કરી સ્પષ્ટતા, પ્રથમ તબક્કામાં આ 3 કરોડ લોકોને મફત મળશે વેક્સીન


કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે નવા 4,991 દર્દી પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં એક દિવસમાં નવા 3,524 અને પશ્ચિમ બંગાળમાં નવા 1,153 દર્દી પોઝિટીવ નોંધાયા છે.


છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 224 દર્દીના મૃત્યુ નોંધાયા છે જેમાંથી 75.45% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. નવા મૃત્યુઆંકમાંથી 26.33% એટલે કે 59 દર્દીઓ મહારાષ્ટ્રમાં મૃત્યુ પામ્યા છે. પશ્ચિમ બંગાળમાં વધુ 26 જ્યારે કેરળમાં વધુ 23 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube