Video: અહીં યોજાયું અનોખું વિરોધ પ્રદર્શન, લોકો ટ્રેનમાં એકબીજાને કરવા લાગ્યા KISS
રિપોર્ટ અનુસાર રશિયા (Russia) માં કપલ્સે કોરોના વાયરસ (Coronavirus) પ્રતિબંધોનો વિરોધ કરવાની એક નવી રીત શોધી કાઢી છે. હવે અહીં કપલ્સ પબ્લિક પ્લેસ પર કિસ કરતાં જોવા મળ્યા રહ્યા છે.
Trending Photos
યેકાતેરિનબર્ગ: રશિયા (Russia)માં લોકોએ કોરોના વાયરસ (Coronavirus) મહામારીની સારવાર માટે લાગૂ પ્રતિબંધો વિરૂદ્ધ અનોખી રીતે પ્રદર્શન કર્યું, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. જોકે રશિયામાં એક ટ્રેનની અંદર 30 કપલ્સે એકસાથે એકબીજાને કિસ કરી હતી. હવે તેમના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.
રિપોર્ટ અનુસાર રશિયા (Russia) માં કપલ્સે કોરોના વાયરસ (Coronavirus) પ્રતિબંધોનો વિરોધ કરવાની એક નવી રીત શોધી કાઢી છે. હવે અહીં કપલ્સ પબ્લિક પ્લેસ પર કિસ કરતાં જોવા મળ્યા રહ્યા છે. કિસ કરતાં કપલ્સના વીડિયો રશિયાના અલગ-અલગ વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે.
જ્યારે લગભગ 30 કપલ્સ એકસાથે ટ્રેનની અંદર પોત પોતાનું માસ્ક ઉતારીને કિસ (Kiss) કરવા લાગ્યા તો ત્યાં હાજર બાકી લોકો અચાનક આમ થતાં ચોંકી ઉઠ્યા. ત્યારબાદ લોકોએ તેનો વીડિયો બનાવી લીધો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
તમને જણાવી દઇએ કે કપલ્સના કિસ કરવાની આ ઘટના રશિયાના યેકાતેરિનબર્ગ શહેરમાં ગત 24 ડિસેમ્બરના રોજ થઇ. જોકે એક ગ્રુપે કપલ દ્વારા કિસ કરીને વિરોધ પ્રદર્શનના એક ગીત લેટ્સ કિસ બાઇ ધ બેંડ પિંક ગ્લાસેસ (Let’s Kiss By The Band Pink Glasses)ની સન્માનમાં આયોજિત કર્યો હતો.
કોરોના પ્રતિબંધોના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા કપલ્સે દાવો કર્યો કે તે રાત્રે 11 વાગ્યા પછી મ્યૂઝિક કંસર્ટ અને રેસ્ટોરેન્ટમાં કોરોના વાયરસ પ્રતિબંધોનો વિરોધ કરતા હતા. પછી જોયું કે ટ્રેનોમાં વધુ ભીડ હોય છે એટલા માટે તે જગ્યા સિલેક્ટ કરી.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદર્શનકારી કપલે દાવો કર્યો કે તે પબ્લિક પ્લેસ પર કિસ કરીને સાર્વજનિક સેવાઓમાં અડચણ નાખવા માંગતા નથી અને ના તો તે કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે