ખેતરમાં શૌચક્રિયા માટે ગયેલી સાસુને દારૂની બાટલી મળી, જમાઈ સાથે બેસીને મજા માણી, પછી જે થયું...
છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લામાં દારૂ પીધા બાદ સાસુ અને જમાઈના મોતનો મામલો સામે આવ્યો છે. પોલીસે કેસ દાખલ કર્યો છે. જાંજગીર ચાંપા જિલ્લાના પોલીસ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે ધુટિયા ગામમાં સોમવારે દારૂ પીધા બાદ સાસુ અને જમાઈનું મોત થયું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘુટિયા ગામના રહીશ જામબાઈ કંવર (45 વર્ષ) સોમવારે સવારે શૌચક્રિયા માટે ગામની બહાર ગયા હતાં. ત્યાં તેને દેશી દારૂની બોટલ મળી.
કોરબા: છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લામાં દારૂ પીધા બાદ સાસુ અને જમાઈના મોતનો મામલો સામે આવ્યો છે. પોલીસે કેસ દાખલ કર્યો છે. જાંજગીર ચાંપા જિલ્લાના પોલીસ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે ધુટિયા ગામમાં સોમવારે દારૂ પીધા બાદ સાસુ અને જમાઈનું મોત થયું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘુટિયા ગામના રહીશ જામબાઈ કંવર (45 વર્ષ) સોમવારે સવારે શૌચક્રિયા માટે ગામની બહાર ગયા હતાં. ત્યાં તેને દેશી દારૂની બોટલ મળી.
જામબાઈ દારૂની બોટલ લઈને ઘરે આવ્યાં. અધિકારીઓએ જણાવ્યું કે જામબાઈના જમાઈ ઘનશ્યામ કંવર (30વર્ષ) કોરબા જિલ્લાના બડીડીહ ગામની બહાર તહેવાર ઉજવવા ઘુટિયા ગામ આવ્યા હતાં. ઘરે આવ્યાં બાદ જામબાઈએ જમાઈ સાથે બેસીને દારૂ પીધો. દારૂ પીધા બાદ બંનેની તબિયત લથડવા લાગી. કુટુંબીજનો તેમને હોસ્પિટલ લઈ ગયાં.
પરંતુ રસ્તામાં જ તેમનું મોત થયું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં. તેમણે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ બંનેના મોતનું કારણ જાણવા મળશે.