મુંબઈઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમનાં પત્ની નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણી સાથે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરે સોમવારે પહોંચ્યા હતા. અહીં તેમણે તેમના પુત્ર આકાશના શ્લોકા સાથેના લગ્નની પ્રથમ કંકોત્રી ભગવાનને અર્પણ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આકાશ અને શ્લોકાના લગ્ન માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં યોજાવાના છે. આકાશ તેની બાળપણની મિત્ર અને લાંબા સમયથી ગર્લફ્રેન્ડ રહેલી શ્લોકાને માર્ચ 2018માં પ્રપોઝ કર્યું હતું. 


[[{"fid":"202927","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


મુકેશ અને તેમનો સૌથી નાનો પુત્ર અનંત મંદિરની બહાર જોવા મળ્યા હતા. મુકેશ અંબાણીએ અડધી બાંયનો સફેદ શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેર્યું હતું. જ્યારે નીતા અંબાણીએ લાલ અને ગોલ્ડન રંગનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં મેચિંગ પેલાઝો પેન્ટ હતી. 



શ્લોકા રસેલ મહેતાની ત્રણ દિકરીઓમાં સૌથી યુવાન છે, જે રોઝી બ્લ્યૂ ડાયમંડનો વ્યવસાય સંભાળે છે, જે દેશની ટોચની ડાયમંડ કંપનીઓમાંની એક છે. શ્લોકા અત્યારે રોઝી બ્લ્યૂ ફાઉન્ડેશનની ડિરેક્ટર અને કનેક્ટફોરની સહ-સ્થાપક છે. 



હજુ અંબાણીએ ડિસેમ્બર, 2018માં જ તેમની દીકરી ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે કર્યા છે. આકાશ અને શ્લોકાએ ઈશા અંબાણીની સંગત સેરેમનીમાં સાથે પરફોર્મ કર્યું હતું.