લખનઉ : સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવને લખનઉના લોહિયા ઇંસ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા છે. હાઇ શુગરની સમસ્યાનાં કારણે ચેકઅપ માટે રવિવારે નેતાજીને લોહિયા હોસ્પિટલ લાવવામાં આવ્યા, જ્યાં હાલ તેમને દાખલ કરવામાં આવ્યા છે. લોહિયા હોસ્પિટલનાં ડૉ. ભુવન ચંદ્ર તિવારીની દેખરેખમાં સારવાર ચાલી રહી છે. અત્યારે હાલ તેમની તબિયત સ્થિર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલીગઢ: બાળકીનાં પિતાનું CM યોગી આદિત્યનાથને મળવાનો ઇન્કાર, ફાંસીની માંગ
પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહનુ મોઢુ સુકાઇ રહ્યું હતું. રવિવારે બપોરે તેમને સમસ્યા પેદા થઇ. જેથી ડોક્ટરે તેમને દાખલ થવા માટેની સલાહ આપી. સાંજે સાડા ચાર વાગ્યાથી આશરે તેમને લોહિયા આયુર્વિજ્ઞાન સંસ્થાન લાવવામાં આવ્યા. તપાસમાં બ્લડ શુગર હાઇ હોવાનું સામે આવ્યું. એવામાં દાખલ કરીને તેમની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. દવા ચાલુ કરવામાં આવ્યા બાદ સ્થિતીમાં સુધારો છે. 


પશ્ચિમ બંગાળમાં સતત ચાલી રહી છે, ભાજપ સોમવારે મનાવશે કાળો દિવસ
તિરુપતિ મંદિર પહોંચ્યા PM મોદી, ભગવાન વેંકટેશ્વરની પુજા અર્ચના કરી
મુલાયમ સિંહ હાઇ પર ગ્લાઇસિમિયા (હાઇપરટેંશન) અને હાઇપર ડાયાબિટીઝની સમસ્યાથી પીડિત છે. હાલ તેમને લોહિયા ઇંસ્ટીટ્યુટના સેકન્ડ ફ્લોર પર પ્રાઇવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ તેમને તબિયત ખરાબ થવા અંગે સંજય ગાંધી પીજીઆઇમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


PMનો નાયડૂ પર વ્યંગ, કહ્યું કેટલાક હજી ચૂંટણી ઇફેક્ટમાંથી બહાર નથી આવ્યા
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા મુલાયમ સિંહ હોસ્પિટલમાં દાખલ થયા હતા. હાલ તેમની સ્થઇતી જાણવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર બંન્નેની મુલાકાતની તસ્વીર પણ વાઇરલ થઇ હતી.