પશ્ચિમ બંગાળમાં હિંસા બાદ વાતાવરણ તંગ, કાલે ભાજપ મનાવશે કાળો દિવસ

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી હિંસા પર રવિવારે ઉંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, લોકસભા ચૂંટણી હિંસા રાજ્ય સરકારને નિષ્ફળતા લાગે છે

પશ્ચિમ બંગાળમાં હિંસા બાદ વાતાવરણ તંગ, કાલે ભાજપ મનાવશે કાળો દિવસ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી પછી પણ પશ્ચિમ બંગાળમાં હિંસા સતત ચાલી રહી છે. બંગાળનાં બસીરહાટ ભાજપ અને તૃણમુલની વચ્ચે રાજનીતિનો નવો અખાડો બની ચુક્યું છે. અહીં ભાજપનાં 3 કાર્યકર્તાઓની હત્યા થઇ ચુકી છે. ભાજપનાં નેતા તેમનાં ઘરે જવા માંગતા હતા, પરંતુ મમતા બેનર્જી તંત્ર દ્વારા આ નેતાઓને અટકાવી દેવાયા હતા. ભાજપ નેતા આ કાર્યકર્તાઓનાં પાર્થિવ શરીરને પાર્ટી ઓફીસ લઇ જવા માંગતા હતા, જેની પરવાનગી તેમને આપવામાં આવી નહોતી. 

— ANI (@ANI) June 9, 2019

હવે ભાજપ બસીરહાટમાં બંધનું આહ્વાન કર્યું છે. બંગાળ ભાજપનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ સિન્હાએ કહ્યું કે, તેઓ સોમવારે સમગ્ર બંગાળમાં બંધનું આહ્વાન કરશે અને આ દિવસને કાળા તરીકે ઉજવશે. રાહુલ સિન્હાએ કહ્યું કે, પોલીસે આ સમગ્ર ઘટનાક્રમમાં જે પ્રકારની ભુમિકા નિભાવી છે, તેમની વિરુદ્ધ અમે કોર્ટમાં જશે. મૃતકોનાં દેહને તેમનાં ઘરે પણ લઇ જવા દેવામાં આવ્યા નહોતા. 

પોતાના જન્મ સમયે હાજર નર્સને મળ્યા રાહુલ, અહીં થયો હતો તેમનો જન્મ !
કેન્દ્ર સરકારે બંગાળની હિંસા અંગે વ્યક્ત કરી ચિંતા
કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી હિંસા અંગે રવિવારે ઉંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, લોકસભા ચૂંટણી બાદ પણ હિંસા રાજ્ય સરકારની નીષ્ફળતા લાગે છે. પશ્ચિમ બંગાળ સરકારને આપેલી સલાહમાં ગૃહમંત્રાલયે તેના કાયદો અને વ્યવસ્થા, શાંતિ અને જાહેર અમન જાળવી રાખવા માટે કહ્યું. પરામર્શે કહ્યું કે, છેલ્લા કેટલા અઠવાડીયોમાં ચાલી રહેલી હિંસામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને જનતામાં વિશ્વાસ જાળવી રાખવામાં રાજ્યનાં કાયદા પ્રવર્ત તંત્રની નિષ્ફળતા લાગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news