નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવે સોમવારે કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે. મુલાયમ સિંહે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં જઈને પ્રથમ ડોઝ લગાવ્યો છે. આ પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે વેક્સિનને ભાજપની રસી ગણાવી ન લેવાની વાત કહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ ત્યારબાદ અખિલેશે પોતાનું નિવેદન પરત લેતા કહ્યુ કે, સંપૂર્ણ ટ્રાયલ થયા બાદ કોરોના વેક્સિન લેશે. કોરોનાની બીજી લહેર દરમિયાન તેના સુર બદલાઈ ગયા હતા. તે ભાજપ સરકારને લોકોને ફ્રી વેક્સિન આપવાની માંગ કરવા લાગ્યા હતા. વેક્સિન લેતી મુલાયમ સિંહ યાદવની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 


હવે મુલાયમ સિંહે રસી લેતા ભાજપના નેતાઓએ અખિલેશ યાદવ પર હુમલો શરૂ કરી દીધો છે. ભાજપ યૂપી તરફથી કટાક્ષ કરતા કહેવામાં આવ્યું કે અખિલેશ પ્રમાણે આજે સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ જીએ ભાજપની વેક્સિન લગાવી લીધી. હવે તે ભાજપનો પ્રચાર કરી રહ્યાં છે અથવા પોતાના પુત્ર દ્વારા ફેલાવવામાં આવેલા ભ્રમને તોડી રહ્યાં છે. તે તમે નક્કી કરો.. વેક્સિન જરૂર લગાવો. 


હવાઈ મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે... જાણો કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું? 


તો ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે કહ્યુ કે, એક સારો સંદેશ. આશા કરુ છું કે સપાના કાર્યકર્તા તથા તેના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ પોતાની પાર્ટીના સંસ્થાપક પાસેથી પ્રેરણા લેશે. અખિલેશ યાદવે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતું કે હું રસી લેવાનો નથી. આ રસી ભાજપની છે. હું તેના પર કઈ રીતે વિશ્વાસ કરી શકુ. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અખિલેશનો વિરોધ પણ થયો હતો. 


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube