Negative RT-PCR report: હવાઈ મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે... જાણો કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું? 

દેશમાં ધીરે ધીરે કોરોના (Corona Virus) નો પ્રકોપ ઘટી રહ્યો છે. જેને કારણે હવે કેટલીક છૂટછાટ પણ મળી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે જે મુસાફરોએ કોરોના રસીના બંને ડોઝ લીધા હશે તેમને આગામી સમયમાં ડોમેસ્ટિક હવાઈ મુસાફરીમાં ફરજિયાત RT-PCR ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ મામલે છૂટ મળી શકે છે. 

Negative RT-PCR report: હવાઈ મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે... જાણો કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું? 

નવી દિલ્હી: દેશમાં ધીરે ધીરે કોરોના (Corona Virus) નો પ્રકોપ ઘટી રહ્યો છે. જેને કારણે હવે કેટલીક છૂટછાટ પણ મળી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે જે મુસાફરોએ કોરોના રસીના બંને ડોઝ લીધા હશે તેમને આગામી સમયમાં ડોમેસ્ટિક હવાઈ મુસાફરીમાં ફરજિયાત RT-PCR ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ મામલે છૂટ મળી શકે છે. 

અત્રે જણાવવાનું કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પણ પોતાની લેટેસ્ટ માર્ગદર્શિકમાં સૂચન કર્યું છે કે આંતરરાજ્ય ડોમેસ્ટિક મુસાફરી દરમિયાન RT-PCR ટેસ્ટ ફરજિયાત રાખવાની જે જોગવાઈ રાખવામાં આવેલી છે તેને હવે સંપૂર્ણપણે હટાવી દેવી જોઈએ. આ બાજુ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં જણાવ્યું છે કે આ વાત હાલ વિચારણા હેઠળ છે. જો કે આ નિર્ણય મંત્રાલય એકલાહાથે લઈ શકે નહીં. આ અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલા સ્વાસ્થ્ય તજજ્ઞોના મત ચોક્કસપણે લેવામાં આવશે. 

મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા હોય તેમને હવાઈ મુસાફરીમાં ફરજિયાત  RT-PCR ટેસ્ટમાં છૂટ આપવા અંગે અંતિમ નિર્ણય લેવા માટે હાલ અનેક મંત્રાલયો અને વિભાગોની એક જોઈન્ટ ટીમ ચર્ચા કરી રહી છે.અત્રે જણાવવાનું કે ભારતમાં કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલુ છે. રસીકરણ મામલે ભારતે હાલમાં જ અમેરિકાને આંટી મારીને પોતાના નાગરિકોનું વધુ રસીકરણ કર્યું છે. ભારતમાં હાલ 60 વર્ષથી વધુ ઉંમરના 43 ટકા લોકો અને 45થી વધુ ઉંમરના 37 ટકા લોકોને કોરોનાની રસીનો એક ડોઝ તો મળી ગયો છે. 

જો કે આ સાથે કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે જો હવાઈ મુસાફરી દરમિયાન RT-PCR ટેસ્ટ રિપોર્ટ મરજિયાત કરવામાં આવે તો પણ તેને ફરજિયાત રાખવો કે મરજિયાત તેનો મદાર રાજ્યો પર રહે છે. સ્વાસ્થ્ય એ રાજ્યનો વિષય છે અને મુસાફરો પાસેથી નેગેટિવ  RT-PCR રિપોર્ટ માંગવો કે નહીં એ જે તે રાજ્યનો અધિકાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news