મુંબઈ: ફિલ્મ અભિનેત્રી અને પૂર્વ કોંગ્રેસ નેતા ઉર્મિલા માર્તોંડકર ( Urmila Matondkar) આખરે શિવસેના (Shivsena) માં જોડાઈ ગઈ. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત માટે તે માતોશ્રી પહોંચી હતી. અહીં ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરેએ ઉર્મિલાના હાથમાં રક્ષાસૂત્ર બાંધીને પાર્ટી જોઈન કરાવી. અત્રે જણાવવાનું કે 5 મહિના પહેલા જ ઉર્મિલાએ મુંબઈ કોંગ્રેસના કામકાજ પર સવાલ ઉઠાવીને પાર્ટી  છોડી હતી. શિવસેના સાંસદ સંજય રાઉતે અગાઉ એક ટ્વીટ કરીને પુષ્ટિ પણ કરી હતી કે ઉર્મિલા મંગળવારે શિવસેનામાં જોડાશે. જો કે ત્યારબાદ એવા પણ અહેવાલો હતા કે તે શિવસેનામાં જોડાવવાની નથી. આખરે ના ના કરતા ઉર્મિલા શિવસેનામાં જોડાઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને PM મોદીએ વારાણસીથી આપ્યો સંદેશ 


ઉર્મિલા માર્તોંડકરે શિવસેના સંસ્થાપક બાળ ઠાકરેની તસવીર આગળ નમન કર્યા. આ અગાઉ શિવસેનાએ વિધાન પરિષદ માટે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મહાવિકાસ આઘાડી સરકાર તરફથી 12 નામની સૂચિ મોકલી હતી તેમા ઉર્મિલાનું પણ નામ હતું. ત્યારથી જ ઉર્મિલા શિવસેનામાં જોડાશે તેવી અટકળો થઈ રહી હતી. 


શિવસેના જોઈન કરવા અંગેની ખબર પર Urmila Matondkar એ કર્યો મોટો ખુલાસો 


એવી ચર્ચા પણ હતી કે કોંગ્રેસ પોતે ઉર્મિલાને વિધાન પરિષદ માટે નોમિનેટ કરી શકે છે. પરંતુ મુંબઈ કોંગ્રેસના નેતા સાથે મતભેદોના પગલે ઉર્મિલા તે માટે ઈચ્છુક નહતી. પરંતુ જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ આ અંગે વાત કરી તો તે તૈયાર થઈ ગઈ. શિવેસનાના આ પ્રસ્તાવ પર કોંગ્રેસે પણ કોઈ વાંધો ન ઉઠાવ્યો. શિવસેનાએ પણ પોતાના બચાવમાં કહ્યું કે ઉર્મિલાએ તો  કોંગ્રેસ છોડી દીધી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube