મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2019) નજીક છે ત્યારે પ્રદેશ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીના મુદ્દે આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. પાર્ટી હાઈકમાનથી નારાજ જોવા મળી રહેલા કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે કહ્યું કે મુંબઈની જો 3-4 બેઠકોને બાદ કરીએ તો તમામ કોંગ્રેસ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ જશે. આ બાજુ એક સ્થાનિક નેતાએ પૂર્વ સાંસદ પ્રિયા દત્ત પર વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વેચવા અને તેમના ભાઈ તથા બોલિવૂડ અભિનેતા સંજય દત્ત પર અંડરવર્લ્ડ સાથે સંબંધ રાખવાના ગંભીર આરોપ લગાવ્યાં છે. કોંગ્રેસના કોર્પોરેટર બ્રાયન મિરાન્ડાએ સોનિયા ગાંધીને એક ઈમેઈલ લખીને પોતાની ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Balakot Airstrike Video : ભારતીય સેનાએ કેવી રીતે પાકિસ્તાનના બાલાકોટમાં ફેંક્યા બોમ્બ, જુઓ લેટેસ્ટ વીડિયો


ફરિયાદ કરતા મેઈલમાં મિરાન્ડાએ લખ્યું છે કે પ્રિયા દત્ત એકવાર ફરીથી 175 કલિંગા વિધાનસભા બેઠકની ટિકિટ વેચવામાં સફળ રહ્યાં. આ ક્ષેત્રમાંથી જેણે 14 વર્ષ અગાઉ નિગમની ચૂંટણી જીતી હતી તે જ્યોર્જ અબ્રાહમને કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. 2012થી સતત બે વાર કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવેલા મિરાન્ડાએ આરોપ લગાવ્યો કે પ્રિયા દત્તે ફક્ત પોતાના અભિમાનને કારણે તેમને અગણ્યા છે. 


મુંબઈની 3-4 બેઠકોને બાદ કરતા સમગ્ર મહારાષ્ટ્રમાં કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ થશે: સંજય નિરૂપમ


સંજય દત્તના અંડરવર્લ્ડ સાથે સંબંધ
પૂર્વ સાંસદ પ્રિયા દત્તના ભાઈ અને બોલિવૂડના અભિનેતા સંજય દત્ત પર આરોપ લગાવતા કોંગ્રેસના નેતાએ ફરિયાદી મેઈલમાં લખ્યું કે "દત્ત સાહેબ (સુનિલ દત્ત)ના ગયા બાદ આ પરિવાર પોતાનું સન્માન ગુમાવી ચૂક્યો છે. તમે તેમના ભાઈ (સંજય દત્ત)ના કામો અંગે જાણો છો. આજે પણ તેઓ અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવે છે અને હું હવામાં વાત કરતો નથી. જ્યારે તમને તેમના તથ્યો અંગે જાણવા મળશે જે ઘણા સમય પછી સામે આવશે તો તમે પોતે પણ તમારા જ નિર્ણય પર પસ્તાશો."


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...