મહારાષ્ટ્ર: શિવસેના, કોંગ્રેસ-NCP વચ્ચે થઈ મહત્વની બેઠક, લેવાયો આ નિર્ણય
મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ, અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ આજે એક મોટી બેઠક કરી. પ્રદેશમાં એક સાથે સરકાર બનાવવાની સંભાવનાઓ શોધી રહેલા ત્રણેય પક્ષઓએ આજે સાંજે સંયુક્ત મોરચાની સરકારના કોમન મિનિમમ પ્રોગ્રામ પર મંથન કર્યું. આ બેઠકમાં કોંગ્રેસના નેતા પૃશ્વીરાજ ચૌહાણ, એનસીપી નેતા છગન ભૂજબળ અને શિવસેના નેતા એકનાથ શિંદે શામેલ થયા.
મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ, અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ આજે એક મોટી બેઠક કરી. પ્રદેશમાં એક સાથે સરકાર બનાવવાની સંભાવનાઓ શોધી રહેલા ત્રણેય પક્ષઓએ આજે સાંજે સંયુક્ત મોરચાની સરકારના કોમન મિનિમમ પ્રોગ્રામ પર મંથન કર્યું. આ બેઠકમાં કોંગ્રેસના નેતા પૃશ્વીરાજ ચૌહાણ, એનસીપી નેતા છગન ભૂજબળ અને શિવસેના નેતા એકનાથ શિંદે શામેલ થયા. આ બેઠકમાં કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવા માટે એક કમિટી બનાવવામાં આવી. કમિટીમાં શિવસેના, NCP અને કોંગ્રેસના 5-5 સભ્યો રાખવામાં આવ્યાં છે. સૂત્ર જણાવે છે કે ગઠબંધન અગાઉ કોંગ્રેસ ઈચ્છે છે કે શિવસેના કટ્ટર હિન્દુત્વની જગ્યાએ ધર્મનિરપેક્ષતા પર ભરોસો જતાવે. કહેવાય છે કે સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં બેઠક કરી શકે છે.
આ બેઠક અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા વિજય વડટ્ટીવારે જણાવ્યું કે બેઠકમાં ત્રણેય પાર્ટીઓના નેતાઓએ ન્યૂનતમ લઘુત્તમ કાર્યક્રમનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. એવા અહેવાલ છે કે આ ડ્રાફ્ટને સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પાસે મોકલવામાં આવ્યો છે. વડેટ્ટીવારે કહ્યું કે તેમના નેતા સોનિયા ગાંધીની મંજૂરી મળતા જ રાજ્યમાં શિવસેનાના નેતૃત્વમાં એનસીપી અને કોંગ્રેસ જોઈન્ટ સરકારનો ભાગ હશે.
Rafale Deal પર સુપ્રીમ કોર્ટની મહોર, અમિત શાહે કહ્યું-જૂઠ્ઠાણું ફેલાવનારા દેશ પાસે માફી માંગે
કહેવાય છે કે આ બેઠક બાદ મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસની સંયુક્ત સરકાર બનવાની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. આ ઉપરાંત એનસીપી અધ્યક્ષ શરદ પવાર પણ દિલ્હી જાય તેવું કહેવામાં આવી રહ્યું છે. ગુરુવારે આ બેઠક અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એનસીપી નેતા શરદ પવાર સાથે ફોન પર વાત કરી હતી.
મહારાષ્ટ્ર: શિવસેના પાસેથી આ 'બલિદાન' ઈચ્છે છે કોંગ્રેસ, સરકાર બનાવવી એ નથી બચ્ચાના ખેલ
મુંબઈમાં થયેલી આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તેના પર હજુ કોઈ પક્ષ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. જ્યારે બીજી બાજુ કહેવાઈ રહ્યું છે કે શરદ પવાર દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ શિવસેના સાથે ગઠબંધન પર અંતિમ નિર્ણય લઈ શકે છે. આ અગાઉ બુધવારે મુંબઈમાં એનસીપી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે પણ એક મોટી બેઠક થઈ હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube