Mumbai: માતા-પુત્ર, વહૂ આખો પરિવાર ચોર, પલક ઝબકતાં ગાયબ કરી દેતું હતું સોનું
`હમ સબ ચોર હૈ`.. જી નહી, અમે અહીં બોલીવુડની હિટ ફિલ્મની વાત કરી રહ્યા નથી. અમે મુંબઇના એક એવા પરિવારની વાત કરી રહ્યા છીએ. આ આખો પરિવાર ચોરોનો છે. પોલીસના અનુસાર આ પરિવારે ઓછામાં ઓછી 50 ચોરીઓને અંજામ આપ્યો છે.
મુંબઇ: 'હમ સબ ચોર હૈ'.. જી નહી, અમે અહીં બોલીવુડની હિટ ફિલ્મની વાત કરી રહ્યા નથી. અમે મુંબઇના એક એવા પરિવારની વાત કરી રહ્યા છીએ. આ આખો પરિવાર ચોરોનો છે. પોલીસના અનુસાર આ પરિવારે ઓછામાં ઓછી 50 ચોરીઓને અંજામ આપ્યો છે.
મહારાષ્ટ્ર ઉપરાંત તેમણે તેલંગાણા અને છત્તીસગઢમાં પણ જ્વેલરીની દુકાનો પર હાથ સાફ કર્યો છે. મલાડ વેસ્ટના કુરાર પોલીસ મથક ક્ષેત્રમાં એક જ્વેલરી શોપમાં ચોરી બાદ પરિવારના છ સભ્યોને પકડવામાં સફળતા મળી છે. ચોરોના આ પરિવારના ત્રણ સભ્યો હજુ પણ ફરાર છે.
મુંબઇ, મલાડ પૂર્વ કરાર પોલીસે એક એવા ચોરની ગેંગને પકડવામાં સફળતા મળી છે જે જ્વેલરી શોપમાં ચોરી કરતા હતા. ચોરીના આ ધંધામાં આખો પરિવાર સામેલ હતો. ધરપકડ બાદ આ પરિવારે સ્વિકાર્યું કે મુંબઇ સહિત મહારાષ્ટ્રના ડઝનો વિસ્તાર ઉપરાંત, તેલંગાણા, છત્તીસગઢ રાજ્યોના જ્વેલરી શોપમાં પણ ચોરી કરી છે. ચોર પરિવારના 6 લોકોને કુરાર પોલીસે ધરપકડ કરી છે જ્યારે ત્રણ અન્ય ફરાર ગણાવ્યા છે.
Budget 2021: પેટ્રોલ પર 2.5 રૂપિયા, ડીઝલ પર 4 રૂપિયા લાગ્યો સેસ, જાણો તમારા પર શું પડશે અસર
13 જાન્યુઆરી 2021ના રોજ કુરાર વિસ્તારમાં મયૂર જ્વેલર્સમાંથી 10 તોલા સોનાની જ્વેલરી ચોરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ. દુકાનના માલિકે પોલેસે જણાવ્યું હતું કે 13 જાન્યુઆરી બપોરે 2 વાગે લગભગ કાળી પીળી ટેક્સીમાં લોકો દુકાન પર આવ્યા. ત્રણ લોકો થોડીવાર સુધી સોનાના ઘરેણા જોઇને જતા રહ્યા. તેમના ગયા પછી 10 તોલાની જ્વેલરી ચોરી થઇ હોવાની ખબર પડી. દુકાનમાં લાગેલા સીસીટીવીમાં ચોરીની ઘટના તે સમયે રેકોર્ડ થઇ. તેના આધારે પોલીસ તપાસ કરી રહી છે.
તપાસ દરમિયાન ખબર પડી કે ચોરોની ગેંગ પૂણેની રહેવાસી છે. પોલીસે રેખા હેમરાજ વાણી (45 વર્ષ), અક્ષય હેમરાજ વાણી (19 વર્ષ), શેખર હેમરાજ વાણી (28 વર્ષ), રેણુકા શેખર વાણી (23 વર્ષ), નરેન્દ્ર અશોક સાલુંખે (35 વર્ષ) સહિત કુર્લાથી ટેક્સી ડ્રાઇવર આશુતોષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી. અક્ષય અને શેખર બંને રેખાના પુત્ર છે. તો બીજી તરફ રેણુકા શેખરની પત્ની છે.
Budget 2021: સસ્તું થશે સોનું- ચાંદી, કસ્ટમ ડ્યૂટી ઘટાડવા નાણામંત્રીનો પ્રસ્તાવ
પોલીસે જણાવ્યું કે આ તમામ પર મુંબઇ સહિત મહારાષ્ટ્રના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં 50થી વધુ ચોરીના કેસ દાખલ છે. આરોપીઓ પાસે 1 લાખ 90 હજાર રૂપિયાના સોનાના દાગીના મળી આવ્યા છે. ફરાર ત્રણેય આરોપીની શોધખોળ ચાલુ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube