Budget 2021: પેટ્રોલ પર 2.5 રૂપિયા, ડીઝલ પર 4 રૂપિયા લાગ્યો સેસ, જાણો તમારા પર શું પડશે અસર

બજેટ 2021-22 પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે સતત પાંચમા દિવસે સ્થિરતા જોવા મળી હતે.એ બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતો પણ ગત બે સપ્તાહથી સીમિત દાયરામાં રહી છે. 

Budget 2021: પેટ્રોલ પર 2.5 રૂપિયા, ડીઝલ પર 4 રૂપિયા લાગ્યો સેસ, જાણો તમારા પર શું પડશે અસર

નવી દિલ્હી: સરકારે આ બજેટમાં ઇનકમ ટેક્સના સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ કૃષિ પર સેસ લગાવવામાં આવશે. બજેટમાં એંગ્રી ડેવલોપમેન્ટ સેસ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ પેટ્રોલ પર 2.5 રૂપિયા પ્રતિ લીટર કૃષિ સેસ અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લીટર કૃષિ સેસ લગાવવામાં આવ્યો છે. જોકે તેનાથી તમારા ખિસ્સા કોઇ અસર પડશે નહી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સેસ લાગવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહી. 

બજેટ દસ્તાવેજ અનુસાર પેટ્રોલ તથા ડીઝલ પર કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા વિકાસ ઉપકર (એઆઇડીસી) લગાવતાં તેના પર બીઇડી અને અને એસએઇડીને ઓછી કરવામાં આવ્યો છે. કુલ મળીને ગ્રાહકો પર કોઇ અસર નહી પડે. પરિણામ સ્વરૂપ, અનલેટેડ પેટ્રોલ અને ડીઝલ પર ક્રમશ: 1.4 ટકા અને 1.8 ટકા પ્રતિ લીટરનો ઉત્પાદન શુલ્ક લાગશે. અનલેડેડ પેટ્રોલ અને ડીઝલ પર એસએઇડીને ક્રમશ: 11 રૂપિયા અને 8 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યું છે. 

બજેટ 2021-22 પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે સતત પાંચમા દિવસે સ્થિરતા જોવા મળી હતે.એ બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતો પણ ગત બે સપ્તાહથી સીમિત દાયરામાં રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news