મુંબઈ: રાયગઢ પોલીસે આજે રિપબ્લિક ટીવી (Republic TV) ના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ની ધરપકડ કરી છે. પોલીસ તેમને રાયગઢ પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે. પોલીસે અર્નબના ઘરે સર્ચ અભિયાન ચલાવ્યું. ગોસ્વામીને અલીબાગમાં રજિસ્ટર્ડ એક જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ચાલુ વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર સરકાર તરફથી સીઆઈડી તપાસના આદેશ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

US election results LIVE: મતગણતરી ચાલુ, વ્હાઈટ હાઉસની રેસમાં કોણ આગળ ટ્રમ્પ કે બાઈડેન? ક્લિક કરીને જાણો


અર્નબ ગોસ્વામી અને બે અન્ય દ્વારા કથિત રીતે બાકી લેણાની રકમ ન આપવા બદલ 53 વર્ષના એક ઈન્ટીરિયર ડિઝાઈનર અને તેની માતાના આત્મહત્યા કરવાના મામલે સીઆઈડી દ્વારા પુર્ન તપાસ કરવાના આદેશ અપાયા હતા. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈકની પુત્રી આજ્ઞા નાઈકે દાવો કર્યો હતો કે રાયગઢ જિલ્લામાં અલીગઢ પોલીસે બાકી રકમ ન આપવાના કેસની તપાસ કરી નહતી. 


US ચૂંટણી: કાંટાની ટક્કર જોતા પરિણામો બાદ તોફાનો ફાટી નીકળવાની આશંકા


આથી અન્વય અને તેમની માતાએ આત્મહત્યા કરવી પડી. કથિત રીતે અન્વય નાઈક દ્વારા લખાયેલી સ્યૂસાઈડ નોટમાં કહેવાયું હતું કે આરોપીઓએ તેમના 5.40 કરોડ રૂપિયાની ચૂકવણી કરી ન હતી એટલે તેમણે આત્મહત્યાનું પગલું ઉઠાવવું પડ્યું. રિપબ્લિક ટીવીએ આરોપોને ફગાવ્યા હતાં. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube