Mumbai Rain: છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે દર વર્ષની જેમ આ વખતે પણ મુંબઈમાં લોકોની હાલત ખરાબ છે. મુંબઈમાં ઘણા વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ છે. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવા જ વીડિયોમાંથી એક વીડિયોએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ વીડિયો નવી મુંબઈનો છે. નવી મુંબઈના દરિયાકાંઠાના શહેર ઉરણમાં રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ ભારે વરસાદના કારણે નિર્માણાધીન રેલવે સ્ટેશન સ્થાનિક લોકો માટે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયું છે. લોકો તેમાં ડુબકી મારતા જોવા મળે છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


અહીં ભગવાને મનમૂકીને પાથર્યું છે કુદરતી સૌદર્ય, પણ અફસોસ તમે નહી જઇ શકો, જાણો કારણ


અમર પ્રેમ કહાની: આબુની વાદીઓમાં દફન છે 'રસિયા બાલમ' અને 'કુંવારી કન્યા'ની પ્રેમગાથા


અમદાવાદ સહિત આ શહેરોના રેલવે સ્ટેશન એરપોર્ટને મારશે ટક્કર, તસવીરો જોઈને કહેશો વાહ


વાયરલ વીડિયો પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ આ અંગે રોષ પણ વ્યક્ત કર્યો છે. રેલવે સ્ટેશનની કામગીરી અંગે લોકોમાં ચિંતા પણ ઊભી થઈ છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઉરણ રેલ્વે સ્ટેશનનો એક નિર્માણાધીન ભાગ ભારે વરસાદના પાણીથી છલોછલ છે. 



આ વીડિયો વાયરલ થતાં લોકોએ સ્ટેશનની ડ્રેનેજની નબળી કામગિરી અંગે રોષ અને ચિંતા વ્યક્ત કરી છે. જો કે કેટલાક સ્થાનિકો આ રેલવે સ્ટેશનમાં સ્નાન કરતા જોવા મળ્યા હતા.


આ વીડિયો એટલો વાયરલ થયો છે કે તેના પર સેન્ટ્રલ રેલ્વેએ પ્રતિક્રિયા પણ આપી છે.  સેન્ટ્રલ રેલવેના જનસંપર્ક અધિકારી ડો શિવરાજ માનસપુરેએ જણાવ્યું હતું કે, સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. તે હજુ સુધી ચાલુ કરવામાં આવ્યું નથી. સાથે જ લોકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવી પ્રવૃત્તિઓ ન કરવા પણ અપીલ કરી છે.