મુંબઇ: સિંધિયા હાઉસમાં ભીષણ આગ, બિલ્ડિંગમાં આવેલી છે ઇન્કમટેક્સની ઓફીસ
આર્થિક રાજધાની મુંબઇનાં સિંધિયા હાઉસમાં શુક્રવારે સાંજે ભીષણ આગ લાગી ગઇ. સિંધિયા હાઉસની ત્રીજા અને ચોથા માળે આગ લાગી છે.
મુંબઇ : આર્થિક રાજધાની મુંબઇનાં સિંધિયા હાઉસમાં શુક્રવારે સાંજે ભીષણ આગ લાગી ગઇ. સિંધિયા હાઉસની ત્રીજા અને ચોથા માળે આગ લાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બિલ્ડિંગમાં આવકવેરા વિભાગની ઓફીસ છે. આગ લાગ્યા બાદ આ બિલ્ડિંગમાં આશરે ચારથી પાંચ લોકો ફસાયેલા હતા. જેને ત્યાર બાદ બચાવી લેવામાં આવ્યા. આગ બુઝાવવા માટે ઘટના પર ફાયર બ્રિગેડની ચારથી પાંચ ગાડીઓ પહોંચી છે. મળતી માહિતી અનુસાર આગ પહેલા બીજા માળે લાગી હતી. ત્યાર બાદ ફેલાયેલ ત્રીજી અને ચોથા માળ સુધી પહોંચી ગઇ. આગ કઇ રીતે લાગે છે. હાલ તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બિલ્ડિંગમાં આવકવેરા વિભાગની ઓફીસ છે. મળતી માહિતી અનુસાર પીએનબી ગોટળાનાં મુખ્ય આરોપી નીરવ મોદી સાથે જોડાયેલા તમામ કાગળ પણ આ ઓફીસમાં છે. જો કે અત્યાર સુધી શું સામાનને નુકસાન પહોંચ્યું છે અથવા કોઇ ઘાયલ થયો છે એવી કોઇ માહિતી નથી. ઉલ્લેખનીય છે કે, ગત્ત વર્ષે ડિસેમ્બરમાં ન્યૂ યર પાર્ટી દરમિયાન મુંબઇનાં કમલા મિલ્સમાં આવેલા એક પબમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 14 લોકોનાં જીવ ગયા હતા.