નવી દિલ્હી : દક્ષિણ મુંબઇમાં આવેલી ટ્રાઇડેંટ હોટલમાં બુધવારે મોડી રાત્રે આગ લાગી ગઇ હતી. આગ લાગવાનાં કારણ હજી સુધી ખબર પડી શકી નથી. ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ચુકી છે. નરીમાન પોઇન્ટમાં રહેલ આ હોટલનાં લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. રેસક્યું ઓપરેશન ચાલી રહ્યું છે. આગ લાગવાનાં કારણે હોટલની લોબીમાં ધુમાડો ભરાઇ ચુક્યો છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, 26/11નાં રોજ મુંબઇમાં થયેલા હૂમલામાં આતંકવાદીઓ આ હોટલમાં ઘુસ્યાહ તા. આગ એક કપડાનાં શોરૂમમાં લાગી હતી. ફાયર કંટ્રોલના અનુસાર રાત્રે આશરે 11 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. જેના કારણે સમગ્ર બેઝમેન્ટમાં ધુમાડો ભરાઇ ગયોહ તો. ત્યાર બાદ ફાયર બ્રિગેડને આશરે 10 ગાડીઓ ઘટના સ્થળ પર રવાનાં કરવામાં આવી. કપડાનાં શોરૂમ ટ્રાઇડેંટ હોટલ સાથે જોડાયેલો છે. કોઇ મોટી દુર્ઘટનાને પહોંચી વળવા માટે આસપાસનાં ફાયર વિભાગ કર્મચારીઓને સતર્ક કરવામાં આવ્યા છે. આશરે અડધા કલાકની મથામણ બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. 

રાહતની વાત છે કે દુર્ઘટનામાં કોઇ વ્યક્તિનાં ઘાયલ થયાની માહિતી નથી. આગ બુઝાયા બાદ પણ કલાકો પછી પણ કુલિંગનું કામ ચાલતુ રહ્યું. ત્યાર બાદ સમગ્ર શોરૂમનાં ખુણે ખુણામાં જોવાયું કે અંદર કોઇ ફસાયેલું તો નથી. તે ઉપરાંત મુંબઇના મઝગાંવ વિસ્તારમાં પણ એક નાનકડા રેસ્ટોરન્ટમાં આઘ લાગી હતી. જેને ફાયર ટેંકરની મદદથી બુઝાવી દેવામાં આવી. અહીં કોઇ વ્યક્તિનાં ઘાયલ થયાનાં સમાચાર નથી.