નાગપુર: કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરમાં દેશના તમામ શહેરોમાં ઓક્સિજનથી લઈને હોસ્પિટલોમાં બેડની ભયંકર અછત જોવા મળી રહી છે. આ દરમિયાન નાગપુરમાં એક વૃદ્ધ તરફથી ઉત્કૃષ્ટ મિસાલ રજુ કરાઈ. આરએસએસના સ્વયંસેવક રહી ચૂકેલા 85 વર્ષના વડીલ નારાયણ ભાઉરાવ દાભાડકર પોતે કોરોના સંક્રમિત હતા અને તેવા સમયે તેમણે અંતિમ સમયે જે રીતે  ત્યાગ કર્યો તેની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. તેમણે એક યુવક માટે પોતાનો બેડ છોડ્યો. તેમણે કહ્યું કે તેને જીવનની વધુ જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાનો બેડ છોડી ઘરે આવી ગયા
મહારાષ્ટ્રના નાગપુરના એક વડીલ નારાયણ ભાઉરાવ દાભાડકર પોતે કોરોના સંક્રમિત હતા અને તેમને બેડની જરૂર હતી. ખુબ મહેનતથી તેમનો પરિવાર તેમના માટે હોસ્પિટલમાં એક બેડની વ્યવસ્થા કરી શક્યો. દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે જ એક મહિલા તેના પતિને લઈને હોસ્પિટલ પહોંચી. મહિલા તેના પતિ માટે બેડની શોધમાં હતી. મહિલાની પીડા જોઈને નારાયણે ડોક્ટરને કહ્યું, મારી ઉંમર 85 વર્ષ ઉપર થઈ ગઈ છે. ઘણું જોઈ ચૂક્યો છું, મારું જીવન જીવી ચૂક્યો છું. બેડની જરૂર મારા કરતા વધુ આ મહિલાના પતિને છે. તે વ્યક્તિના બાળકોને પિતાની જરૂર છે. આમ કરીને તેઓ પોતાનો બેડ છોડી ઘરે આવી ગયા.  જેથી કરીને યુવકને બેડ મળી શકે. તેઓ પોતે કોરોના સંક્રમિત હતા. ઓક્સિજન લેવલ 60 સુધી પહોંચી ગયું હતું. 


3 દિવસ બાદ થયું નિધન 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા દાભાડકરે બીજા સર સંઘચાલક માધવરાવ સદાશિવ રાવ ગોલવલકર સાથે સંઘનું કામ કર્યું હતું. હવે તેમના આ ત્યાગની મિસાલ આપવામાં આવી રહી છે. તેમની તબિયત બગડી તો તેમના જમાઈ અને પુત્રી તેમને ઈન્દિરા ગાંધી શાસકીય હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ખુબ મહેનત બાદ તેમને બેડ મળ્યો હતો. પણ એક યુવક માટે બેડ છોડ્યો. તેમના આગ્રહને જોતા હોસ્પિટલ પ્રશાસને તેમની પાસે એક કાગળ પર લખાવી લીધુ હતું કે હું મારો બેડ બીજા દર્દી માટે સ્વેચ્છાએ ખાલી કરી રહ્યો છું. દાભાડકરે આ સ્વીકૃતિ પત્ર ભર્યો અને ઘરે પાછા ફર્યા હતા. તબિયત બગડતી ગઈ અને 3 દિવસ બાદ નિધન થયું. 


Corona Update: દેશમાં કોરોનાની ભયજનક સ્થિતિ, પહેલીવાર 24 કલાકમાં 3 હજારથી વધુ મૃત્યુ, 3.60 લાખથી વધુ નવા કેસ


Registration for Vaccine: 18 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના રસીનું રજિસ્ટ્રેશન આજથી શરૂ થશે, જાણો સમગ્ર વિગતો


Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube