નગરોટા ઓપરેશન બાદ બોલ્યા સેના પ્રમુખ- LoC પાર કરનાર આતંકવાદી જીવતા નહીં બચે
સેના પ્રમુખ જનરલ નરવણેએ ચોખાની ગુણીઓ ભરેલા ટ્રકમાં છુપાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનને અંજામ આપવા માટે સુરક્ષા દળોની ખુબ પ્રશંસા કરતા કહ્યુ કે, સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા અર્ધસૈનિક દળો વચ્ચે તાલમેલ સારો રહ્યો.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના નગરોટા વિસ્તાર (Nagrota Encounter)મા આજે ગુરૂવારે સવારે સુરક્ષાદળોએ ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા. આ આતંકી ઘાટીમાં અશાંતી ફેલાવવાના ઈરાદાથી દાખલ થયા હતા અને મોટી ઘટનાને અંજામ આપવાના હતા પરંતુ તે પહેલા સેનાએ તેનું કામ તમામ કરી દીધુ. આ મામલામાં ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ પાકિસ્તાનથી આવતા આતંકીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે.
સેના પ્રમુખે આપી ચેતવણી
સેના પ્રમુખ જનરલ એમએસ નરવણેએ કહ્યુ કે, લાઇન ઓફ કંટ્રોલ (LoC) પાર કરવાનો પ્રયાસ કરનાર આતંકવાદી જીવતા બચશે નહીં. તેમણે કહ્યું કે, આ સંદેશ પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ માટે ખુબ સ્પષ્ટ છે જે પણ ભારતમાં ઘુષણખોરી કરવા માટે નિયંત્રણ રેખા પાર કરશે, આ રીતે છુટકારો આપી દેવાશે અને તે પરત જઈ શકશે નહીં.
મેવાલાલના રાજીનામા બાદ હવે સુશીલ મોદીએ તેજસ્વીનું IRCTC કૌભાંડમાં માગ્યુ રિઝાઇન
સારો તાલમેલ છે બંન્ને દળોમાં
સેના પ્રમુખ જનરલ નરવણેએ ચોખાની ગુણીઓ ભરેલા ટ્રકમાં છુપાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનને અંજામ આપવા માટે સુરક્ષા દળોની ખુબ પ્રશંસા કરતા કહ્યુ કે, સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા અર્ધસૈનિક દળો વચ્ચે તાલમેલ સારો રહ્યો. તેમણે કહ્યું, 'પ્રતિકૂળ અને આતંકવાદીઓ માટે આ સંદેશ ખુબ સ્પષ્ટ છે જે પણ અમારા વિસ્તારમાં ઘુષણખોરીનો પ્રયાસ કરશે, તેનો આ રીતે અંત કરવામાં આવશે અને તે પાછળ હટશે નહીં.'
4 આતંકીઓ ઠાર
જમ્મુ જિલ્લાના નગરોટા વિસ્તારમાં આતંકવાદ વિરુદ્ધ ઓપરેશનમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ગુરૂવારે સવારે અથડામણમાં ચાર આતંકીઓ ઢેર થયા હતા. જાણવા મળી રહ્યું છે કે આતંકવાદી ટ્રકમાં સવાર થઈને આવી રહ્યા હતા. અથડામણમાં જમ્મુ-કાશ્મીરના બે એસઓજી પણ ઈજાગ્રસ્ત થયા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube