કોંગ્રેસના વધુ એક મોટા નેતાની વધી મુશ્કેલી, સ્ટિંગ કેસમાં દાખલ થશે કેસ
વર્ષ 2016માં હરીશ રાવત સામે વિદ્રોહ કરનારા નેતાઓ અને ધારાસબ્યોના ખરીદ-વેચાણ અંગે હરીશ રાવતનું એક સ્ટીંગ કરવામાં આવ્યું હતું. આ સ્ટીંગ બહાર આવ્યા પછી કેન્દ્ર સરકારે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું હતું.
નૈનીતાલઃ નૈનિતાલ હાઈકોર્ટે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત સામે કેસ દાખલ કરવાની મંજુરી આપી છે. સીબીઆઈએ 2016માં ધારાસભ્યોના ખરીદ-વેચામ બાબતે હરીશ રાવત સામે પ્રારંભિક તપાસ કરીને FIR દાખલ કરવાની મંજુરી આપી છે. કોર્ટે જણાવ્યું કે, સીબીઆઈને કેસ દાખલ કરતાં રોકી શકાય નહીં. કોર્ટે સીબીઆઈને કેસ દાખલ કરવાની મંજુરી આપી છે, પરંતુ તે હરીશ રાવતના વકીલોની દલીલ સાથે સહમતિ પણ વ્યક્ત કરી છે.
હરીશ રાવતના વકીલોની ટીમે કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે, હરીશ રાવતને એક કાવતરા અંતર્ગત ફસાવાયા છે. 2016માં હરીશ રાવત ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા અને ડોક્ટર હરક સિંહ રાવત તેમના કેબિનેટમાં હતા. એક ખાનગી ચેનલના સંચાલક ઉમેશ શર્મા અને હરક સિંહ રાવત પર આરોપ છે કે, તેમણે હરીશ રાવતને ફસાવવા માટે કાવતરૂં ઘડ્યું હતું અને સ્ટિંગ કર્યું હતું. કોર્ટે તમામ પક્ષોને સાંભળ્યા પછી પણ પૂર્વ સીએમ હરીશ રાવત સામે કેસ દાખલ કરવાની મંજુરી આપી છે.
'નિર્મોહીનો અર્થ થાય છે મોહનો અભાવ... તેમ છતાં જમીન પર કબ્જાની કરી રહ્યા છે જિદ્દ'
વર્ષ 2016માં હરીશ રાવત સામે વિદ્રોહ કરનારા નેતાઓ અને ધારાસબ્યોના ખરીદ-વેચાણ અંગે હરીશ રાવતનું એક સ્ટીંગ કરવામાં આવ્યું હતું. આ સ્ટીંગ બહાર આવ્યા પછી કેન્દ્ર સરકારે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું હતું. આ દરમિયાન સુપ્રીમે ઉત્તરાખંડમાં લાગેલા રાષ્ટ્રપતિ શાસનને તાત્કાલિક રીતે દૂર કર્યું હતું અને હરીશ રાવત ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા. આ કેસમાં હરક સિંહ અને ખાનગી ચેનલના સંચાલક ઉમેશ શર્માની ભૂમિકાની તપાસ થઈ શકે છે.
જુઓ LIVE TV.....