'નિર્મોહીનો અર્થ થાય છે મોહનો અભાવ... તેમ છતાં જમીન પર કબ્જાની કરી રહ્યા છે જિદ્દ'

સવાલ એ છે કે 1885માં મહંત રઘુબર દાસે જે કેસ દાખલ કર્યો હતો ત્યારે તેઓ સમગ્ર હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા કે નહીં. શેકર નાફડે 'રેસ જ્યુડિકેટા' પર દલીલ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, મહંત રઘુબર દાસે જો 1885માં વ્યક્તિગત દૃષ્ટિએ કેસ દાખલ કર્યો હતો તો હવે રેસ જ્યુડિકેટા લાગુ થશે નહીં. જસ્ટિસ બોબડેએ જણાવ્યું કે, અરજીમાં રઘુબરદાસે ખુદને હિન્દુઓના પ્રતિનિધિ જણાવ્યા ન હતા કે મઠના પ્રતિનિધિ પણ જણાવ્યા ન હતા. 

'નિર્મોહીનો અર્થ થાય છે મોહનો અભાવ... તેમ છતાં જમીન પર કબ્જાની કરી રહ્યા છે જિદ્દ'

નવી દિલ્હીઃ અયોધ્યા કેસમાં 34મા દિવસની સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષકાર મિસબાહુદ્દીન તરફથી નિઝામ પાશાએ દલીલો રજૂ કરી હતી. પાશાએ જણાવ્યું કે, નિર્મોહીનો અર્થ થાય છે - મોહનો અભાવ. નિર્મોહી અખાડાની સંપત્તિનો કોઈ લગાવ ન હોવો જોઈએ, પરંતુ તેઓ હજુ પણ દાવો કરે છે. આથી આ ચર્ચા ધાર્મિક પાસાઓ પર આધારિત ન હોવી જોઈએ, પરંતુ કાયદાયકીય પાસાઓ પર આધારિત હોવી જોઈએ.

નિઝામ પાશાએ રોચક દલીલો રજૂ કરતા જણાવ્યું કે, નિર્મોહીનો અર્થ થાય છે, મોહનો અભાવ અને બૈરાગીનો અર્થ થાય છે વૈરાગ્ય. તેમ છતાં આ લોકો જમીન પર કબ્જાની માગ પર જિદ્દ કરી રહ્યા છે. આ અગાઉ અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકારો તરફથી વકીલ શેખર નાફડેએ દલીલો રજૂ કરતા જણાવ્યું કે, હું સમજી રહ્યો છું કે કોર્ટ પર કેસ ઝડપથી પૂરું કરવાનું દબાણ છે. શેખરે જણાવ્યું કે, નાફડેએ જણાવ્યું છે કે, 1885માં વિવાદિત જમીન પર માત્ર થોડા ભાગ પર દાવે કરાયો હતો, હવે સંપૂર્ણ જગ્યા પર દાવો કરાયો છે. 

સવાલ એ છે કે 1885માં મહંત રઘુબર દાસે જે કેસ દાખલ કર્યો હતો ત્યારે તેઓ સમગ્ર હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા કે નહીં. શેકર નાફડે 'રેસ જ્યુડિકેટા' પર દલીલ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, મહંત રઘુબર દાસે જો 1885માં વ્યક્તિગત દૃષ્ટિએ કેસ દાખલ કર્યો હતો તો હવે રેસ જ્યુડિકેટા લાગુ થશે નહીં. જસ્ટિસ બોબડેએ જણાવ્યું કે, અરજીમાં રઘુબરદાસે ખુદને હિન્દુઓના પ્રતિનિધિ જણાવ્યા ન હતા કે મઠના પ્રતિનિધિ પણ જણાવ્યા ન હતા. 

મહંત 'મઠ અને હિન્દુઓ'ના પ્રતિનિધિ
નાફડેએ જણાવ્યું કે, મહંત 'મઠ અને હિન્દુઓ'ના કાયદાકીય પ્રતિનિધિ છે. મહંત જ્યારે એક વખત કહે છે કે તે પૂજા સ્થળનો મહંત છે તો પછી તે મઠનો કાયદાકીય પ્રતિનિધિ બની જાય છે અને આપમેળે જ હિન્દુ શ્રદ્ધાળુઓનો પણ પ્રતિનિધિ બની જાય છે. જસ્ટિસ બોબડેએ જણાવ્યું કે, અખાડા કે હિન્દુઓ દ્વારા એવો દાવો કરાયો નથી કે રઘુબરદાસ તેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news