સૌરભ ગોયનકા, નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની ભારત યાત્રા બંને દેશો વચ્ચે નવા કરારને લઇને ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાના છે. મળતી માહિતી મુજબ આતંકવાદ વિરૂદ્ધ મળીને લડવા પર ભારત અને અમેરિકા કેટલાક મોટા નિર્ણયો લઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં સટીફ ગુપ્તચર સૂચનાઓની ઉણપ આતંકવાદ વિરૂદ્ધ લડાઇમાં એક મોટી સમસ્યા રહી છે અને આ મુશ્કેલીનું સમાધાન કાઢવા માટે અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટી અને ભારતના ઇંટેલીજેન્સ બ્યૂરો વચ્ચે કરાર થઇ શકે છે. જેના હેઠળ બંને દેશ એકબીજા સાથે આતંકવાદીઓ સાથે સંકળાયેલી જાણકારી શેર કરશે. 


આ યાત્રામાં બંને દેશો વચ્ચે બે મોટા રક્ષા કરાર પણ થઇ શકે છે. ભારતીય નૌકાદળ માટે 18 હજાર 200 કરોડ રૂપિયામાં 24 અમેરિકી હેલીકોપ્ટર્સ અને 5600 કરોડમાં ભારતીય સેના માટે 6 અપાચે હેલીકોપ્ટર્સ ખરીદવામાં આવી શકે છે. આ ડીલ ગત કેટલાક વર્ષોથી ચાલી રહેલ સેના હથિયારોની ખોટને પુરી કરશે અને ભારતની સૈન્ય તાકાતને વધારશે. 


ભારત અને અમેરિકા વચ્ચે ઇંડો પેસેફિક ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે પણ એક મહત્વપૂર્ણ કરાર થઇ શકે છે. ચીનના વધતા જતા વર્ચસ્વને જોતાં આ વિસ્તારની સુરક્ષા ભારત અને અમેરિકા બંને માટે જરૂરી છે. થોડા દિવસોમાં અમેરિકા અને તાલિબાન વચ્ચે અફઘાનિસ્તાનમાં એક ડીલ થવાની સંભાવના છે. જેથી આ વિસ્તારમાં શાંતિ જાળવી રાખવામાં ભારતનો રોલ વધી શકે છે. 


અમેરિકા, અફઘાનિસ્તાનમાં પોતાના ઓપરેશનમાં પણ ભારતની મદદ ઇચ્છે છે અને ભારતને ચીનનો મુકાબલો કરવા માટે અમેરિકાની જરૂર છે. H1-B વીઝા પણ ટ્રમ્પ અને મોદી વચ્ચે વાતચીતનો મોટો મુદ્દો રહેશે. ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યા બાદ આ મુદ્દો વિવાદમાં છે. 


એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં કામ કરનાર ભારતીયોના વિઝા નકારી કાઢવાની ઘટનાઓ વધી છે. વર્ષ 2015માં ફક્ત 1 ટકા ભારતીયોની વીઝા એપ્લીકેશન રદ કરવામાં આવી હતી જે વર્ષ 2019માં વધીને 8 થી 10 ટકા સુધી પહોંચી ગયો છે.


આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પના આ દરમિયાન બાદ આ સ્થિતિમાં સુધારો આવશે. આ ઉપરાંત IPR પર પણ એક કરાર થવાની સંભાવના છે. IPR હેઠળ પેટેન્ટ્સ અને કોપીરાઇટ જેવી વસ્તુઓ આવે છે. 


ભારત માટે આ એગ્રીમેન્ટ બાદ આવા તમામ રિસર્ચ જેમાં આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબથી પેટેન્ટ્સ અને કોપીરાઇટસની જરૂરિયાત હોય છે. તેમાં સરળતા રહેશે. અને દવાઓની ટેસ્ટિંગ અને તેની સાથે જોડાયેલી પેટેન્ટ્સ પ્રાપ્ત કરવામાં પણ ભારતીય કંપનીઓને સરળતા રહેશે. 


જોકે ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રવાસ દરમિયાન અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થવાની આશા છે. જે અત્યારે ટળી ગઇ છે. અમેરિકા, ભારત સાથે પોતાની દવાઓના વેપારને વધારવા માંગે છે. અને કૃષિ ઉત્પાદન, ખાસકરીને ડેરી પ્રોડક્ટની ભારતમાં એન્ટ્રી ઇચ્છે છે, જ્યારે ભારત અમેરિકામાં પોતાના માપદંડોને એક્સપોર્ટ પર મળનાર વિશેષ દરજ્જાને પરત ઇચ્છે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube