• શિવસેનાએ એક અલગ રસ્તો અપનાવ્યો...

  • શિવસેનાએ કંગના રનૌતને વાય કેટેગરીની સુરક્ષા આપવા મુદ્દે BJPને ઘેરી

  • મુંબઇને કંગાળ કરી મહારાષ્ટ્રને તોડવાનું ષડયંત્ર ફરીથી રચવામાં આવી રહ્યું છે


મુંબઇ: શિવસેના (Shiv Sena)ના મુખપત્ર સામના (Saamana)માં બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangna Ranaut)ને વાય કેટેગરીની સુરક્ષા આપવા જેવા મુદ્દા પર ભાજપ (BJP)ને ઘેરી છે. સામનામાં લખ્યું છે, મુંબઇને પહેલા બદનામ કરો, પછી તેને ખોખલી કરો. મુંબઇને સંપૂર્ણ રીતે કંગાળ કરી એક દિવસ આ મહારાષ્ટ્રને તોડવાનું ષડયંત્ર ફરીથી રચવામાં આવી રહ્યું છે. તે હવે સ્પષ્ટ થઇ ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કંગનાની ઓફિસમાં તોડફોડ કરનાર BMCને હવે શરદ પવારે મારી લપડાક, જાણો શું કહ્યું?


લોકો દ્વારા પસંદ કરવામાં આવેલી મહારાષ્ટ્ર સરકારના અધિકારો અને આઝાદી પર હુમલો કરવાની એક પણ તક મહારાષ્ટ્રની ભાજપ અને કેન્દ્ર સરકાર છોડતી નથી. અમદાવાદ, ગુડગાંવ, લખનઉ, વારાણસી, રાંચી, હૈદરાબાદ, બેંગલુરૂ અને ભોપાલ જેવા શહેરો વિશે જો કોઇ અપમાનજનક નિવેદન આપે છે તો કેન્દ્ર તેને વાય કેટેગરીની સુરક્ષાની પાલકી આપે છે શું? આ મહારાષ્ટ્રની ભાજપ સ્પષ્ટ કરે. દેવેન્દ્ર ફડણવીસ, પ્રધાનમંત્રી મોદી અથવા ગૃહમંત્રી શાહનું નામ 'અરે-તુરે'થી ઉચ્ચાર કરનાર ચેનલોના માલિકના ભાજપના લોકોએ આ પ્રકારનો ટેકો આપ્યો હોત?


આ પણ વાંચો:- ઓફિસ ભલે તૂટી પણ કંગનાનો જુસ્સો એકદમ અડીખમ...અભિનેત્રી મુંબઇ પહોંચી


શિવસેનાએ એક અલગ રસ્તો અપનાવ્યો...
આજે જે પ્રકારથી તમામ ભાજપના લોકો મહારાષ્ટ્રના વિરોધીઓ સાથે ઉભા છે. તે વિશ્વાસથી અમારી સીમામાં ઘુસેલા ચીની બંદરો વિશે હિમ્મત દેખાડી હોત તો લદાખ તથા અરૂણાચલની સીમા પર દેશનું અપમાન ના થયું હતો. દેશનું માન તાર-તાર ન થાય, તેના માટે રાષ્ટ્રભક્તોએ સંયમ રાખ્યો છે, બસ એટલું જ. આજે શિવસેનાએ એક અલગ રસ્તો અપનાવ્યો, ત્યારે પણ પ્રધાનમંત્રી તરીકે મોદીનું અપમાન ક્યારેય સહન ન કરો. મોદી અજે એક વ્યક્તિ નથી, પરંતુ પ્રધાનમંત્રી તરીકે એક સંસ્થા છે. એવું જ દરેક રાજ્યના મુખ્યમંત્રીઓના સંદર્ભમાં અને રાજ્યોની પ્રાંતીય અસ્મિતા વિશે પણ કહેવામાં આવી શકે છે.


આ પણ વાંચો:- બોમ્બે HCએ કંગનાની ઓફિસમાં તોડફોડ કરનાર BMCનું નાક કાપ્યું, આપ્યો આ આદેશ


મુંબઇ માતાનું અપમાન કરનારનું નામ ઇતિહાસમાં ડામરથી લખવામાં આવશે
જે અપશબ્દોને લઇને એક પછી એક નિવેદન આવ્યા, સામનામાં તે શબ્દોને પણ સ્થાન આપ્યું છે અને લખ્યું છે. રાજકીય એજન્ડાને સામે લાવવા માટે દેશદ્રોહી પત્રકાર અને સોપારીબાજ કલાકારોના રાજદ્રોહનું સમર્થન કરવું પણ હરામખોરી છે. એટલે કે, માટી સાથે બેઈમાની છે. જે લોકો મહારાષ્ટ્રના અપ્રમાણિક લોકોની સાથે ઉભા છે, તેમને 106 શહીદોની બદુઆ લાગશે, પરંતુ રાજ્યના 11 કરોડ લોકો પણ તેમને માફ નહીં કરે! 'મુંબઇ' માતાનું અપમાન કરનારાઓના નામ મહારાષ્ટ્રના ઇતિહાસમાં ડામરથી લખવામાં આવશે. ચીટર ક્યાંક! આ લોકોએ હવે રાષ્ટ્રવાદની ધૂન વગાડવી જોઈએ નહીં, તે જ તેમની અપેક્ષા છે!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર