West Bengal Election 2021: આખા દેશની નજર પ.બંગાળની આ એક બેઠક પર, TMC અને BJP માટે બની છે `નાકની લડાઈ`!
West Bengal: 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની આ એક બેઠક એવી છે જેના પર આખા દેશની નજર છે. જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી નક્કી કરશે એવું પણ મનાય છે. આ બેઠક જીતવી એ ભાજપ અને ટીએમસી માટે પ્રતિષ્ઠાની લડત બની ગઈ છે.
કોલકાતા: 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં એક બેઠક એવી છે જેના પર આખા દેશની નજર ટકેલી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે અહીંથી 2021ની વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) લડવાની જાહેરાત કરી છે અને મમતા Mamata Banerjee ની જાહેરાતના એક દિવસ બાદ શનિવારે ભાજપે અહીંથી મમતા વિરુદ્ધ શુવેન્દુ અધિકારીને પોતાના ઉમેદવાર બનાવી દીધા.
નંદીગ્રામમાં મહાસંગ્રામ
ભાજપે (BJP) બંગાળના 57 ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં શુવેન્દુ અધિકારી (Suvendu Adhikari) પણ સામેલ છે. નંદીગ્રામ (Nandigram) સીટથી ભાજપની ટિકિટ પર શુવેન્દુ અધિકારી ચૂંટણી લડશે. એક સમયે આ જ શુવેન્દુ અધિકારી ટીએમસીનો મોટો ચહેરો હતા અને મમતા બેનર્જી (Mamata Banerjee) ના સૌથી નીકટના નેતા ગણાતા હતા.
સીટનું સમીકરણ સમજો
નંદીગ્રામનું સમીકરણ સમજવા માટે તમારે આ સીટના છેલ્લા 3 ચૂંટણી પરિણામ પર નજર ફેરવવી પડશે. 2007નમાં પહેલા તૃણમૂલ કોંગ્રેસનું વર્ચસ્વ એટલું દમદાર નહતું, જેટલું નંદીગ્રામ આંદોલન બાદ થયું. 2006ની ચૂંટણીની વાત કરીએ તો આ સીટથી એસકે. ઈલિયાસ મોહમ્મદે મમતાની પાર્ટી ટીએમસીના એસકે સુપિયાને સાડા 5 હજાર મતોથી હરાવ્યા હતા.
જો કે 2011ની ચૂંટણીમાં મમતાની પાર્ટીએ નંદીગ્રામથી જીત મેળવી તો દીદીને પણ પહેલીવાર સીએમની ખુરશી પર બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ વખતે ટીએમસીની ફિરોઝા બીબીએ સીપીઆઈના પરમાનંદ ભારતીને 40 હજારથી વધુ મતોથી હરાવ્યા.
West Bengal: બંગાળમાં આજે PM મોદીની મહારેલી, જો ભાજપમાં આ હસ્તી સામેલ થશે તો લાગશે મોટો જેકપોટ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube