West Bengal: બંગાળમાં આજે PM મોદીની મહારેલી, જો ભાજપમાં આ હસ્તી સામેલ થશે તો લાગશે મોટો જેકપોટ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Assembly Election) ને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  ભારતીય જનતા પાર્ટી (BJP) ને બંગાળમાં મજબૂત બનાવવા માટે આજે કોલકાતામાં ભવ્ય રેલી કરવાના છે.

West Bengal: બંગાળમાં આજે PM મોદીની મહારેલી, જો ભાજપમાં આ હસ્તી સામેલ થશે તો લાગશે મોટો જેકપોટ

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Assembly Election) ને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  ભારતીય જનતા પાર્ટી (BJP) ને બંગાળમાં મજબૂત બનાવવા માટે આજે કોલકાતામાં ભવ્ય રેલી કરવાના છે. આ રેલી શહેરના બ્રિગેડ પરેડ મેદાનમાં યોજાશે. પીએમ મોદીની રેલી અગાઉ કોલકાતામાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ) ના જવાનોએ રૂટ માર્ચ કાઢી. પ્રધાનમંત્રી મોદીની રવિવારની રેલીને ભગવા દળ તરફથી આ વર્ષ ફેબ્રુઆીમાં શરૂ થયેલી પરિવર્તન રેલનો સમાપન કાર્યક્રમ તરીકે માનવામાં આવી રહ્યો છે. 

મિથુન ચક્રવર્તી આવશે રેલીમાં?
બંગાળમાં હાલ એક મોટા નામની ચર્ચા તેજ થઈ રહી છે અને તે નામ છે દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એટલે કે મિથુન દા....ભાજપના બંગાળ ઈન્ચાર્જ કૈલાશ વિજયવર્ગીયના જણાવ્યાં મુજબ મિથુન દા કોલકાતાની રેલીમાં પીએમ મોદી (PM Modi) ને મળવા માંગે છે. મિથુન ભાજપ (BJP) જોઈન કરે તેવી અટકળો તેજ થઈ ગઈ છે. આજની રેલીમાં તેઓ પીએમ મોદી સાથે મંચ ઉપર આવી શકે છે. અગાઉ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા છે. જો મિથુન ચક્રવર્તી પણ આ રેલીમાં આવશે તો મોદી પર ભરોસો વધુ મજબૂત કરશે અને મોટો સવાલ કે શું ભાજપ જોઈન પણ કરશે? 

મિથુન દા વિશે કેટલીક મહત્વની વાતો...
2014માં TMC થી રાજ્યસભા સાંસદ બન્યા હતા મિથુન ચક્રવર્તી
2016માં ખરાબ સ્વાસ્થ્યના કારણએ રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
2016થી સતત રાજકારણથી દૂર રહ્યા મિથુન ચક્રવર્તી
2019માં નાગપુર ખાતેના RSS મુખ્યાલય ગયા હતા મિથુન
2020માં લખનઉમાં શૂટિંગ દરમિયાન RSS પ્રમુખ સાથે કરી હતી મુલાકાત
16 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઈમાં મિથુનના ઘરે પહોંચ્યા હતા સંઘ પ્રમુખ. મિથુનના ઘરે 3 કલાક રહ્યા હતા RSS પ્રમુખ મોહન ભાગવત. મિથુન ચક્રવર્તીએ આ મુલાકાતને બિનરાજકીય ગણાવી હતી. 

बीजेपी में शामिल होंगे मिथुन चक्रवर्ती? PM Modi से क्यों मिलना चाहते हैं

બંગાળમાં કોણ બળવાન?
બંગાળમાં કોણ બળવાન? સવાલ ઘણો મોટો છે. કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં પીએમ મોદીની મહારેલી છે. ભાજપે 10 લાખ લોકો માટે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જે પ્રધાનમંત્રીની વાત સાંભળવા માટે પશ્ચિમ બંગાળના જિલ્લાઓથી આ રેલીમાં આવશે. બીજી બાજુ મોંઘવારી વિરુદ્ધ આજે જ સિલિગુડીમાં મમતા બેનરજીની પદયાત્રા થશે. દાવો કરાઈ રહ્યો છે કે દીદી આ પદયાત્રામાં એક લાખથી વધુ ભીડ ભેગી કરશે. જ્યારે TMC માં ટિકિટ કપાવવા પર 23 વિધાયકોમાં ભારે અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. ટીએમસીમાં હવે ચૂંટણી ટાણે ભાગદોડ મચેલી છે. 

કૈલાશ વિજયવર્ગીયનો દાવો
ઝી હિન્દુસ્તાન સાથે વાતચીતમાં ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ એકવાર ફરીથી કહ્યું કે બંગાળમાં ભાજપ 200થી વધુ બેઠકો જીતશે. પીએમ મોદીએ બંગાળમાં ગેમ ચેન્જ કરી નાખી છે. કોલકાતાના બ્રિગેડ મેદાનમાં પીએમ મોદીની રેલીમાં એટલા લોકો આવશે કે બ્રિગેડ મેદાન પણ નાનું પડી જશે. આ સાથે જ તેમણે કહ્યું કે નંદીગ્રામ જ નહીં...મમતા બેનર્જી ક્યાંયથી પણ ચૂંટણી જીતશે નહીં. 294 બેઠકોમાંથી ગમે ત્યાં લડી લે, તેઓ હારશે. 2019ની લોકસભા ચૂંટણીમાં અમે ટ્રેલર બતાવ્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં આખી ફિલ્મ બતાવીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news