West Bengal: મમતાદીદીએ આ વખતે ધૂરંધરોની ટિકિટ કાપી આ 5 ગજબની સુંદર અભિનેત્રી પર મૂક્યો ભરોસો, અપાવશે જીત? 

ભાજપને ધૂળ ચટાડવા માટે મમતા બેનર્જીએ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપીને આ અભિનેત્રીઓ પર ભરોસો મૂક્યો છે. આવનારો સમય જ જણાવશે કે આ દાવ કેટલો સફળ નીવડશે. 

Trending Photos

West Bengal: મમતાદીદીએ આ વખતે ધૂરંધરોની ટિકિટ કાપી આ 5 ગજબની સુંદર અભિનેત્રી પર મૂક્યો ભરોસો, અપાવશે જીત? 

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે સૌથી પહેલો દાવ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ ખેલ્યો છે. તેમણે 291 બેઠકો પર પોાતના ઉમેદવારોના પત્તા ખોલ્યા છે જેમાં 5 ખુબસુરત અભિનેત્રીઓ પણ સામેલ છે. 

લવલી મોઈત્રા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આગામી વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારે ઉમેદવારની યાદી બહાર પાડી. આ યાદીમાં અભિનેત્રી લવલી મોઈત્રાને દક્ષિણ 24 પરગણા જિલ્લાના સોનાપુર દક્ષિણથી મેદાનમાં ઉતારી છે. આ સીટ ગત વખતે ટીએમસીના જીવન મુખોપાધ્યાયએ CPI ના તારિત ચક્રવર્તીને 15 હજાર મતોથી હરાવીને જીતી હતી. આ વખતે તેમની ટિકિટ કપાઈ છે. દીદીએ લવલી મોઈત્રા પર ભરોસો વ્યક્ત કર્યો છે. 

કૌશાની મુખર્જી
નદિયા જિલ્લાના કૃષ્ણાનગર ઉત્તર વિધાનસભા બેઠકથી અભિનેત્રી કૌશાની મુખર્જી (Actress Kaushani Mukherjee) ને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. વર્ષ 2016 અબની મોહન જોદાર કોંગ્રેસના અસીમ કુમાર સાહાને 12915 મતોથી હરાવીને જીત્યા હતા. આ વખતે દીદીએ અબનીની ટિકિટ કાપીને અભિનેત્રી કૌશાનીને આપી છે. 

સાયોની ઘોષ
પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લાના આસનસોલ દક્ષિણથી મમતા બેનર્જી (Mamata Banerjee) ની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે સાયોની ઘોષને ટિકિટ આપી છે. આ અગાઉ આ બેઠક પરથી તાપસી બેનર્જીએ જીત મેળવી હતી. આ વખતે તેમને રાનીગંજથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે તેમની જગ્યાએ સાયોની ઘોષને મેદાનમાં ઉતારવામાં આવી છે. અત્રે જણાવવાનું કે તપસે CPM ના હેમંત પ્રભાકરને 14 હજાર 283 મતોથી હરાવ્યા હતા. 

સાયંતિકા બેનર્જી
બાંકુરા જિલ્લાની બાંકુરા વિધાનસભા બેઠક પરથી મમતા બેનર્જીએ અભિનેત્રી સાયંતિકા બેનર્જી પર દાવ ખેલ્યો છે. આ સીટ પર ગત ચૂંટણીમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસમાં કાંટાની ટક્કર જોવા મળી હતી. કોંગ્રેસની શમ્પા દરિપાએ મિનતી મિશ્રાને 1029 મતથી હરાવ્યા હતા. આ વખતે TMC એ હાલમાં જ સામેલ થયેલી સાયંતિકા બેનર્જીને ટિકિટ આપી છે. 

જૂન માલિયા
દીદીએ પશ્ચિમ મેદિનીપુર જિલ્લાની મેદિનીપુર સીટથી અભિનેત્રી જૂન માલિયા (Actress June Maliah)  પર ભરોસો વ્યક્ત કર્યો છે. અનેક બાંગ્લા ટીવી શો અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ આ બેઠક પરથી TMC ના જ મૃગેન્દ્રનાથ મૈતીએ જીત મેળવી હતી. તેમણે સીપીઆઈના સંતોષ રાનાને 32987 મતોથી હરાવ્યા હતા. આ વખતે મેદાનમાં જૂન માલિયા છે. જોવાનું રહેશે કે દીદીનો આ અભિનેત્રીઓવાળો દાવ કેટલો કારગર સાબિત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news