નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં એનડીએને ઐતિહાસિક બહુમતી પ્રાપ્ત થઇ છે. એકવાર ફરીથીનરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે તે અગાઉની ઔપચારિક વિધિતઓ તેમણે પુર્ણ કરી હતી. એનડીએની બેઠકમાં તમામ ઘટક દળો દ્વારા તેમને સંસદીય દળનાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે તમામ રિપિર સાંસદો અને નવા ચૂંટાઇને આવેલા સાંસદોનું સંબોધન કર્યું હતું. આ અગાઉ તેમણે સંવિધાન સમક્ષ માથુ નમાવ્યું હતું. તેઓએ ભાજપનાં વરિષ્ઠ નેતાનાં ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતા. સંસદની કાર્યવાહી પુર્ણ થયા બાદ તેઓ રાષ્ટ્રપતિને મળવા માટે નિકળી ચુક્યા છે. થોડા સમય બાદ તેમણે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને પોતાની સરકાર રચવાનો દાવો રજુ  કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ બાદ મમતાની રાજીનામાની રજુઆત, કહ્યું કોંગ્રેસની જેમ સરેન્ડર નહી કરૂ


ગમે તે ક્ષણે રાષ્ટ્રપતિ પહોંચી શકે છે નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી સંસદીય દળનાં નેતા તરીકે ચૂંટાઇ ચુક્યા છે. હવે તેઓ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. અહીં મુલાકાત બાદ તેઓ સરકાર રચવાનો દાવો રજુ કરશે. સંસદીય દળની બેઠકથી તેઓ સીધા જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવા માટે નિકળી ચુક્યા છે. ગમે તે ક્ષણે તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચી શકે છે. 


મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજસિંહ ચૌહાણનાં પિતાનું મુંબઇમાં નિધન


જનપ્રતિનિધિ ક્યારે ભેદ નથી કરતા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જનપ્રતિનિધિ ક્યારે પણ ભેદ કરી શકે નહી. નવા જનપ્રતિનિધિઓને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, આ પ્રતિનિધિત્વમાં કોઇ પોતાનું અને પરાયું હોઇ શકે નહી. તેની શક્તિ ઘણી મોટી હોય છે. હૃદય જીતવાનાં પ્રયાસો કરશે. વડાપ્રધાને કહ્યું કે મારા જીવનમાં અનેક પડાવ રહ્યા, એટલા માટે આ વસ્તુઓને ભલીભાંતી સમજુ છું. મે આટલી ચૂંટણીઓ જોઇ, હાર જીત બધુ જોયું પરંતુ હું કહી શકુ છું કે મારા જીવનમાં 2019ની ચૂંટણી એક પ્રકારની તિર્થયાત્રા છે.


લોકસભા 2019 મારા માટે ચૂંટણી નહી તિર્થયાત્રા હતી, નરેન્દ્ર મોદી


2019ની ચૂંટણી મારા માટે તિર્થયાત્રા
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આઝાદી બાદ પહેલીવાર આટલુ વોટિંગ થયું છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી મારા માટે તિર્થયાત્રા છે. આ ચૂંટણી પોઝીટીવ વોટની ચૂંટણી છે. તેમણે કહ્યું કે, વિશ્વાસની ડોર જ્યારે મજબુત થાય છે, તો પ્રો ઇકમ્બન્સી વેવ પેદા થાય છે, તેઓ વેવ વિશ્વાસની ડોર સાથે બંધાયેલા છે. આ ચૂંટણી પોઝીટીવ મતની ચૂંટણી છે. ફરીથી સરકારને લાવવાની છે, કામ દેવાનું છે, જવાબદારી દેવાની છે. આ સકારાત્મક વિચારે એટલો મોટો જનાદેશ આપ્યો છે. 


રાહુલ ગાંધીએ ધર્યુ રાજીનામું, કોંગ્રેસના સભ્યોએ કહ્યું તમારી જરૂર છે

ચૂંટણીએ એક નવા યુગનો આરંભ કર્યો
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતે લોકશાહીનાં જીવનમાં ચૂંટણી પરંપરામાં દેશની જનતાએ એક નવા યુગનો આરંભ કર્યો છે. અમે તમામ લોકો સાક્ષી છીએ. 2014થી 2019 સુધી દેશ અમારી સાથે ચાલ્યો છે, ક્યારેક અમે બે પગલા આગળ ચાલ્યા છીએ, આ દરમિયાન દેશે અમારી સાથે ભાગીદારી કરી છે.