Rajya Sabha: `આંદોલનજીવી`, સંસદમાં મોદીના આ શબ્દથી કોંગ્રેસથી લઈને પ્રશાંત ભૂષણને લાગ્યા મરચા
મોદીએ કહ્યુ કે, દેશ શ્રમજીવી અને બુદ્ધિજીવી જેવા શબ્દોથી પરિચિત છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી દેશમાં એક નવી જમાત પેદા થઈ છે અને તે છે `આંદોલનજીવી.`
નવી દિલ્હીઃ પીએમ મોદીએ (PM Narendra Modi) સોમવારે રાજ્યસભા (Rajuasabha) માં રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા આંદોલનજીવી (Andolanjivi) શબ્દ પ્રયોગ કર્યો હતો. પીએમના આ શબ્દથી પ્રશંસાતભૂષણથી લઈને કોંગ્રેસને મરચા લાગ્યા છે. એટલું જ નહીં આ શબ્દ ટ્વિટર પર ટ્રેન્ડ પણ કરવા લાગ્યો. પીએમ મોદીએ ગૃહમાં કહ્યુ કે છેલ્લા કેટલાક સમયથી આ દેશમાં 'આંદોલનજીવીઓ'ની એક નવી જમાત પેદા થઈ છે જે આંદોલન વગર નથી જીવી શકતી.
પ્રશાંત ભૂષણે ટ્વીટ કરી પીએમ પર કર્યો કટાક્ષ
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ (Prashant Bhushan) એ પીએમ નરેન્દ્ર મોદીના રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન આંદોલનજીવી વાળા નિવેદનની ટીકા કરી છે. પ્રશાંત ભૂષણે ટ્વીટ કરી કહ્યુ કે, જે લોકો કાલ સુધી કહેતા હતા કે મેં મારૂ રાજકીય કરિયર આંદોલન કરીને બનાવ્યું છે, તે આજે અમારા કિસાનોને નીચા દેખાડવા માટે 'આંદોલન જીવ' કરી રહ્યાં છે.
Farm Laws: મનમોહન સિંહના જૂના નિવેદનને ટાંકીને PM મોદીએ વિપક્ષને બરાબર લીધો આડે હાથ
આંદોલન કરવુ તમારો હક પરંતુ વૃદ્ધોને લઈ જાવ
તેમણે કહ્યું, 'અમે આંદોલન (Kisan Andolan) જોડાયેલા લોકોને સતત પ્રાર્થના કરીએ છીએ કે આંદોલન કરવુ તમારો હક છે, પરંતુ વૃદ્ધો ત્યાં બેઠા છે. તેમને લઈ જાવ, આંદોલન સમાપ્ત કરો. આગળ બેસીને ચર્ચા કરીશું, બધા રસ્તા ખુલ્લા છે. આ બધુ અમે કહ્યું છે અને આજે હું પણ આ ગૃહના માધ્યમથી નિમંત્રણ આપુ છું.' તેમણે કહ્યું, આ ખેતીને ખુશહાલ બનાવવા માટે નિર્ણય લેવાનો સમય છે અને આ સમયને આપણે ન ગુમાવવો જોઈએ. આપણે આગળ વધવુ જોઈએ, દેશને પાછળ ન લઈ જવો જોઈએ.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube