નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાન પર કેબિનેટની મહત્વની બેઠક અગાઉ જ સુરક્ષા પર કેબિનેટ કમિટી (CCS)ની બેઠક યોજાઈ અને ત્યારબાદ કેબિનેટની બેઠક થઈ. કાશ્મીર મુદ્દે કોઈ મોટી જાહેરાતની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ બેઠકના લગભગ એક કલાક પહેલા જ ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) વડાપ્રધાન નિવાસસ્થાને પહોંચ્યાં. સૂત્રોના જણાવ્યાં મુજબ તે અગાઉ આજે સવારે ગૃહ મંત્રીની  કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે ચર્ચા થઈ. એવી અટકળો થઈ રહી છે કે આ કેબિનેટ મીટિંગમાં આર્ટિકલ 35એને લઈને કોઈ મોટી જાહેરાત થવાની શક્યતા છે. 


સંસદના બંને સદનમાં નિવેદન આપશે ગૃહ મંત્રી અમિત શાહ
કેબિનેટની બેઠક હાલ પૂરી થઈ ગઈ છે. આ બેઠક લગભગ 40 મિનિટ ચાલી. ગૃહ મંત્રી અમિત શાહ આજે સંસદના બંને સદનમાં નિવેદન આપશે. સવારે 11 કલાકે રાજ્યસભામાં અને ત્યારબાદ લોકસભામાં બપોરે 12 કલાકે તેઓ નિવેદન આપશે. એવી અટકળો છે કે તેઓ જમ્મુ અને કાશ્મીર અંગે નિવેદન આપશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...