નવી દિલ્હી: મહારાષ્ટ્ર(Maharashtra) ના રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવાર(Sharad Pawar) જ્યાં શિવસેના અને કોંગ્રેસ સાથે રાજ્યમાં વૈકલ્પિક સરકાર બનાવવાના સૂત્રધાર કહેવાઈ રહ્યાં છે ત્યાં બીજી બાજુ આજે પીએમ મોદી(PM Modi)એ તેમની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) ના રાજ્યસભા(Rajya Sabha)માં ખુબ વખાણ કર્યાં. આ વખતના શિયાળુ સત્ર(Winter Session)માં રાજ્યસભાના 250માં સત્રના અવસરે બોલતા પીએમ મોદીએ બે વાર એનસીપીના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે NCP અને BJDએ સદનમાં અનુશાસન જાળવી રાખ્યાં. બંને પાર્ટીઓએ વેલમાં જઈને વિરોધ ન કરવાનો નિર્ણય લીધો અને તેના પર અમલ પણ કર્યો. તેનાથી આ પક્ષોની રાજનીતિ વિકાસ યાત્રા પર કોઈ ફરક પડ્યો નથી. NCPના વખાણને મહારાષ્ટ્રના તાજા રાજકીય ઘટનાક્રમને જોડવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું, રાજ્યસભાએ ઇતિહાસ બનાવ્યો પણ અને બનતાં પણ જોયો


પીએમ મોદીએ કહ્યું કે ઉપલા ગૃહની બે ખાસ વાતો છે...1 સ્થાયિત્વ અને 2 વિવિધતા. સ્થાયિત્વ એટલે લોકસભા તો ભંગ થાય છે પરંતુ રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી. વિવિધતા એટલે... રાજ્યોનું પ્રતિનિધિત્વ પ્રાથમિકતા છે. ભારતની વિવિધતા અનેકતામાં એક્તાનું સૂત્ર સૌથી મોટી તાકાત છે. તે આ સદનમાં જોવા મળે છે. દરેક માટે ચૂંટણીનો જંગ લડવી સરળ હોતી નથી પરંતુ તેનાથી તેમની ઉપયોગિતા ઓછી થતી નથી અને દેશના નીતિ નિર્ધારણમાં લાભ મળે છે. 


મહારાષ્ટ્ર: શરદ પવારના આ એક નિવેદને શિવસેનાના ધબકારા વધારી દીધા, NCP લેશે યુ-ટર્ન?


પીએમ મોદીએ કહ્યું કે, "આ મારા માટે સૌભાગ્યની વાત છે કે મને આ અવસરમાં સામેલ થવાની તક મળી. અનુભવ  કહે છે કે બંધારણના ઘડવૈયાઓએ જે વ્યવસ્થા આપી તે કેટલી અદભૂત છે. આ સદને દેશમાં ઈતિહાસ બનતો જોયો છે. અનેક મહાનુભવોનો લાભ આપણને રાજ્યસભાના માધ્યમથી મળ્યો છે. અહીં રાજ્યસભાથી જ્યાં બાબા સાહેબ આંબેડકરને આવવાની તક મળી. કારણ કે લોકસભામાંથી તો તેમને આવવા દેવાયા નહીં. સદનના બદલાયેલા હાલાતમાં પોતાને ઢાળવાની કોશિશ કરી. આ સદનમાં એવા વિદ્વાન લોકો બેઠા હતાં જેમણે શાસન વ્યવસ્થાને ક્યારેય નિરંકુશ થવા દીધી નથી."


VIDEO: નિર્દયી માતાએ બાળકીને વાળ ખેંચી જમીન પર પટકી લાત-ઘૂસા માર્યા, તપાસમાં કારણ અંગે મોટો ખુલાસો


પીએમ મોદીએ કહ્યું કે, "રાજ્યસભામાં દૂરંદ્રષ્ટિનો અનુભવ છે. આ સદનની પરિપકવતા છે કે તેણે ત્રિપલ તલાક ખરડો પાસ કર્યો. આ સદને જનરલ કેટેગરીને 10 ટકા અનામત આપવાનું કામ કર્યું. એ જ રીતે જીએસટીને લઈને વન નેશન વન ટેક્સને લઈને સર્વસંમતિ બનાવવાનું કામ કર્યું. આ સદનમાં 1964માં જે વાયદા કરાયા હતાં તે કલમ 370 અને 35એ આ સદનમાં હટાવવામાં આવ્યાં. આ સદન દેશની એક્તા અને અખંડિતતાને લઈને કરાયેલી કાર્યવાહી માટે યાદ કરાશે."


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube