નવી દિલ્હીઃ 1990ના શરૂઆતી દિવસોમાં જ્યારે લાલ કૃષ્ણ અડવાણીએ પદ યાત્રાનો પ્રસ્તાવ રાખ્યો તો પાર્ટીના તત્લાકીન મહાસચિવ પ્રમોદ મહાજને તેમને પદ યાત્રાની જગ્યાએ રથ યાત્રા કરવાનું સૂચન આપ્યું. પછી 12  સપ્ટેમ્બર 1990ના ભાજપના મહાસચિવોની બેઠક બાદ અડવાણીએ ત્યારે દિલ્હીના અશોક રોડ પર સ્થિત ભાજપના મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદ બોલાવી અને 12 દિવસ બાદ એટલે કે 25 સપ્ટેમ્બરથી ગુજરાતના સોમનાથથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધી 10 હજાર કિમી લાંબી રથ યાત્રાની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

25 સપ્ટેમ્બર, 1990થી જોડાયું મોદી અને અયોધ્યાનું કનેક્શન
25 સપ્ટેમ્બર, 1990ના અવડાણી સોમનાથ પહોંચ્યા, તે પહેલા એક ટોયાટા ટ્રકને ભગવા રંગમાં બદલી દેવામાં આવ્યો હતો. 25 સપ્ટેમ્બરે સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના બાદ અડવાણીએ યાત્રા શરૂ કરી. તે દિવસે ઈદનો તહેવાર હોવાને કારણે રજા હતી. આ તકે એટલા લોકો ભેગા થયા તે વાતાવરણમાં નારાનો શંખનાદ થયો હતો. 


રથયાત્રામાં અડવાણીની સાથે મોદી
મહિલાઓ પોતાના હાથમાંથી સોનાની બંગડી ઉતારીને દાનમાં આપવા લાગી. પુરૂષ અડવાણીને તલવાર, છડીની સાથે અલગ અલગ સામાન ભેટ કરવા લાગ્યા. રથ આગળ વધ્યો તો અડવાણીની બાજુમાં બે લોકો તૈનાત જોવા મળ્યા, તેમાંથી એક હતા પ્રમોદ મહાજન અને બીજા ભાજપના તત્કાલીન સંગઠન સચિવ નરેન્દ્ર મોદી. 


મોદી માટે મોટો દિવસ 5 ઓગસ્ટ, 2020
ત્યારથી આશરે 29 વર્ષ 11 મહિના બાદ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે રામ મંદિરનું ભૂમિ પૂજન કરવાના છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ 2023 સુધી પૂરુ થવાની આશા છે. સ્વાભાવિક છે કે તેનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી કરશે. સંભવ છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર ઉદ્ઘાટનના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવે. 


2009મા પમ ફૈઝાબાદ પહોંચ્યા હતા મોદી
2009મા મોદીએ અયોધ્યાની નજીક આવેલા ફૈઝાબાદમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યારે લોકસભા ચૂંટણીમાં અડવાણી ભાજપ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હતા. મોદી મતદાતાઓને પોતાની તરફ લાવવામાં સફળ ન થયા અને અયોધ્યા-ફૈઝાબાદની સીટ કોંગ્રેસે જીતી હતી. 


રામ રાજ્યની વાત, રામ મંદિરની નહીં
2014મા ફૈઝાબાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીની પાછળ તીર-ધનુશ ધારી ભગવાન રામની વિશાળ તસવીર લાગી હતી. મોદીએ પોતાના ભાષણમાં રામ રાજ્યની વાત કરી, રામ મંદિર પર કંઈ ન બોલ્યા. 


2019મા અયોધ્યાની પાસે કરી હતી રેલી
2019ના લોકસભા ચૂંટણીમાં મોદી ફરી ફૈઝાબાદ પહોંચ્યા. તેમણે અયોધ્યામાં એકપણ રેલી ન કરી. પ્રધાનમંત્રી તરીકે અયોધ્યા વિસ્તારમાં તેમની પ્રથમ સભા મે 2019મા અયોધ્યા-આંબેડકર નગર સરહદ પર સ્થિત નાના શહેર રામપુર માયામાં થઈ હતી. અયોધ્યા રામજન્મભૂમિ અહીંથી માત્ર 25 કિમી દૂર છે. 


29 વર્ષ પહેલા મોદીએ કહ્યુ હતું- હું પરત આવીશ
આજથી આશરે 29 વર્ષ પહેલા રામ મંદિર આંદોલન દરમિયાન 1991મા તેમણે એક ફોટોગ્રાફર સાથે વાત કરતા કહ્યું હતું કે, જે દિવસે રામ મંદિરનું નિર્માણ  શરૂ થશું, હું પરત આવીશ. સોશિયલ મીડિયા પર 1991ની મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર લેનાર ફોટોગ્રાફર મહેન્દ્ર ત્રિપાઠીએ આ ખુલાસો કર્યો છે. ત્રિપાઠીએ તે દિવસને યાદ કરતા કહ્યુ કે, મોદી ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની સાથે એપ્રિલ 1991મા અયોધ્યા આવ્યા હતા અને વિવાદિત ક્ષેત્રનો પ્રવાસ કર્યો હતો. 5 ઓગસ્ટ તે દિવસ છે જ્યારે મોદી અયોધ્યા પરત થઈને પોતાનું વચન પૂરુ કરશે. આ દિવસ નજીક છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube