નવી દિલ્હી: રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ના અપડેટને મોદી કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી કેબિનેટ (Cabinet Meeting)ની મીટિંગ NPR એટલે કે નેશનલ પોપુલેશન રજિસ્ટરના અપડેટ પર મોહર લગાવી દીધી છે. સમાચાર એ પણ છે કે 20200 સુધી એનઆરપી લાગૂ કરવામાં આવી શકે છે. પોપુલેશનનો હેતું દેશના નાગરિકોની વ્યાપક ઓળખનો ડેટાબેસ તૈયાર કરવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્વિમ બંગાળ અને કેરલ સરકારે એનપીઆર વિરોધ કરી રહી છે. તમને આપી છે કે 2010માં મનમોહન સરકારમાં NPR બનાવવાની પહેલ શરૂ કરી છે. 


તમને જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન એક્ટ (સીએએ) અને એનસીઆર પર મચેલા ઘમાસાન વચ્ચે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ને ફરી એકવાર ઉતારવામાં લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે થનાર કેબિનેટની બેઠકમાં એનપીઆરના નવીનીકરણને લીલીઝંડી મળવાની સંભાવના છે.


પશ્વિમ બંગાળ અને કેરલ સરકારે એનપીઆરનો વિરોધ કર્યો છે. જોકે આ એનઆરસી કરતાં એકદમ અલગ છે. નેશનલ પોપુલેશન રજિસ્ટર (એનપીઆર) હેઠળ એક એપ્રિલ 2020 થી 30 સપ્ટેમ્બર 2020 સુધી નાગરિકોના ડેટાબેસ તૈયાર કરવા માટે દેશભરમાં ઘરે ઘરે જઇને વસ્તીગણતરીની તૈયારી છે. 


શું છે એનપીઆર
એનપીઆરનું પુરૂ નામ નેશનલ પોલુલેશન રજિસ્ટર છે. દેશના સામાન્ય રહેવાસીઓની વ્યાપક ઓળખનો ડેટાબેસ બનાવવાનું મુખ્ય લક્ષ્ય છે. આ ડેટામાં જ વસ્તી-વિષયક માહિતીની સાથે બાયોમેટ્રિક જાણકારી પણ હશે. વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં 2010માં એનપીઆર બનાવવાની પહેલ શરૂ થઇ હતી. ત્યારે 2011માં વસ્તીગણતરીના પહેલા આ કામ શરૂ કરવામાં આવ્યું હતું. 


હવે ફરીથી 2021માં વસ્તીગણતરી થવાની છે. એવામાં એનપીઆર પણ કામ શરૂ થઇ રહ્યું છે. એનપીઆર અને એનસીઆરમાં અંતર છે. એનઆરસીની પાછળ જ્યાં દેશમાં ગેરકાયદેસર નાગરિકોની ઓળખનો હેતું છે, તો બીજી તરફ તેમાં છ મહિના અથવા તેનાથી વધુ સમયથી સ્થાનિક ક્ષેત્રમાં વસવાટ કરનાર કોઇપણ નિવાસીને એનપીઆરમાં જરૂરી રજિસ્ટ્રેશન કરવું જોઇએ.


બહારી વ્યક્તિ પણ જો દેશના કોઇપણ ભાગમાં મહિનાથી વસવાટ કરે છે તો તેને પણ એનપીઆરમાં નોંધણી હોવી જોઇએ. એનપીઆર દ્વારા લોકોના બાયોમેટ્રિક ડેટા તૈયાર કરી સરકારી યોજનાઓ પહોચાડી અસલી લાભાર્થીઓને સુધી પહોંચાડવાનો હેતુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube