સીએએ News

CAA વિરોધી પ્રદર્શનોમાં ISISનો હાથ? દિલ્હી પોલીસે એક દંપત્તીની ધરપકડ પણ કરી
શું CAA ની વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોનો કોઇ સંબંધ આતંકવાદી સંગઠન આઇએસઆઇ સાથે પણ છે ? દિલ્હી પોલીસની હાલની કાર્યવાહીથી આવા સવાલો ઉઠી રહી છે. દિલ્હી પોલીસે દિલ્હીમાંથી બે લોકોની ધરપકડ કરી છે. બંન્નેનાં સંબંધ ISIS સાથે હોવાનું જણાવાઇ રહ્યું છે. આ કપલ એન્ટી CAA પ્રદર્શનોને પણ ઉત્તેજના આપી રહ્યું હતું. દિલ્હી પોલીસની તરફથી ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (DCP) પ્રમોદ સિંહ કુશવાહાએ જણાવ્યું કે, ઓખલાના જમિયા નગરથી એક કપલને પકડવામાં આવ્યા છે. તેનું નામ જહાનજેબ સામી અને હિના બશીર બેગ છે. બંન્નેની કેટલિક લિંક આઇએસઆઇએશનાં ખુરાસાન મોડ્યુલ સામે હોવાનું જણાવાઇ રહ્યું છે. કપલ સીએએ વિરુદ્ધ પ્રદર્શનોને ભડકાવવાનું કામ કરી રહ્યા હતા. 
Mar 8,2020, 18:48 PM IST
ગૃહમંત્રી અમિત શાહનું CAA તોફાનો અંગે મહત્વનું નિવેદન, તમારે જરૂર વાંચવું જોઇએ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) શુક્રવારે નાગરિકતા કાયદા (Citizenship Amendment Act) અંગે વિપક્ષ પર અફવા ફેલાવીને તોફાનો કરાવવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યું કે, વિપક્ષે કાવત્રું રચીને અફવા ફેલાવી છે. ગૃહમંત્રીએ એકવાર ફરીથી કહ્યું કે, નાગરિકતા કાયદાથી કોઇ મુસ્લિમ કે લઘુમતીની નાગરિકા નહી જાય. શાહે ભુવનેશ્વરમાં પાર્ટી કાર્યકર્તાઓની રેલીમાં આ વાત કરી હતી. શાહે કહ્યું કે, નાગરિકતા કાયદા અંગે કોંગ્રસ, મમતા દીદી, સપા, બસપા આ તમામ લોકો વિરોધ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, લઘુમતી નાગરિકોનાં અધિકારો જતા રહેશે. પરંતુ આટલું અસત્ય ફેલાવવું શા માટે જોઇએ. નાગરિકતા કાયદાથી કોઇની નાગરિકતા નહી જાય. આ નાગરિકતા આપવાનો કાયદો છે, નાગરિકતા છીનવવાનો નહી. 
Feb 28,2020, 22:30 PM IST

Trending news