National Voters Day: કેન્દ્રીય કાયદા મંત્રીએ કહ્યું- હવે મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરી શકશો ચૂંટણી કાર્ડ
ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, આ ઈ-મતદાતા ઓળખ પત્ર (E-Voter Identity Card) ને ડિજિટલ લોકરમાં સુરક્ષિત રાખી સખશે કે તેને પીડીએફ ફોર્મેટમાં પણ પ્રિન્ટ કરી શકાશે.
નવી દિલ્હીઃ ચૂંટણી પંચ (Election commission) સોમવારે 11મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. આ તકે મતદાતાઓને એક ભેટ મળવાની છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદ (Union Law Minister Ravi Shankar Prasad) વોટર આઇડેન્ટિટી કાર્ડ (Election card) નું ઇલેક્ટ્રોનિક વર્ઝન લોન્ચ કરશે. મતદાતા ઇલેક્ટ્રોનિક ઓળખ પત્રને પોતાના મોબાઇલ કે કમ્પ્યૂટરથી ડાઉનલોડ કરી શકશે.
ઈ-મતદાતા ઓળખ પત્રને ડિજિટલ લોકરમાં પણ રાખી શકાશે સુરક્ષિત
ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, આ ઈ-મતદાતા ઓળખ પત્ર (E-Voter Identity Card) ને ડિજિટલ લોકરમાં સુરક્ષિત રાખી સખશે કે તેને પીડીએફ ફોર્મેટમાં પણ પ્રિન્ટ કરી શકાશે.
ચૂંટણી પંચે કહ્યું- મતદાતા સરળતાથી કાર્ડ હાસિલ કરી શકશે
પંચે તેનો ફાયદો ગણાવતા કહ્યું કે, હાલ મતદાતા ઓળખ પત્રને પ્રિન્ટ કરવા અને તેને મતદાતાઓ સુધી પહોંચાડવામાં સમય લાગે છે, પરંતુ આ નવી સુવિધાથી મતદાતા સરળતાથી પોતાનું ઓળખ પત્ર હાસિલ કરી શકશે.
આ પણ વાંચોઃ Tractor Parade: કિસાનોની ટ્રેક્ટર રેલીને પોલીસની શરતો સાથે મંજૂરી
મતદાર ID માટે ઓળખ અને સરનામાંનો સ્વીકાર્ય પુરાવો
મહત્વનું છે કે હાલ આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ ડિજિટલ મોડમાં ઉપલબ્ધ છે. ચૂંટણી પંચે (Election commission) 1993મા ચૂંટણી કાર્ડની શરૂઆત કરી હતી, જે ઓળખ અને સરનામાનો એક સ્વીકાર્ય પૂરાવો છે.
25 જાન્યુઆરી 1950ના થઈ હતી ચૂંટણી પંચની સ્થાપના
ભારત ગણતંત્ર બન્યાના એક દિવસ પહેલા 25 જાન્યુઆરી 1950ના ચૂંટણી પંચ (Election commission) ની સ્થાપના થઈ હતી. આયોગ 2021થી પોતાના સ્થાપના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસના રૂપમાં મનાવી રહ્યું છે. આ વર્ષે તેનો મુખ્ય વિષય- મતદાતાઓને સશક્ત, સતર્ક, સુરક્ષિત બનાવવાનો છે.
આ પણ વાંચોઃ સૌથી વધુ Heart Attack બાથરૂમમાં જ કેમ આવે છે? જાણો આ છે કારણ
રાષ્ટ્રીય મતદાતા દિવસ પર કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ હશે
રાષ્ટ્રીય રાજધાનીની અશોક હોટલમાં આયોજીત રાષ્ટ્રીય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય અતિથિના રૂપમાં રાષ્ટ્રપતિ ભવનથી વર્ચ્યુઅલ ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અતિથિ હશે. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ 2020-21ના રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપશે અને ચૂંટણી પંચનો વેબ રેડિયો 'હેલો વોટર્સ' લોન્ચ કરશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube