ભુવનેશ્વર: દેશભરમાં લાગુ 21 દિવસનો લોકડાઉનનો આજે 16મો દિવસ છે. જો કે જે ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યાં છે તેને જોતા 15 એપ્રિલથી લોકડાઉન ખુલશે તેમ કહેવું ખુબ મુશ્કેલ છે. હવે એવા ખબર છે કે ઓડિશામાં લોકડાઉનને આગળ વધારીને 30 એપ્રિલ સુધી કરી દેવાયું છે. મુખ્યમંત્રી નવિન પટનાયકે કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો છે. લોકડાઉન આગળ વધારનારું ઓડિશા પહેલુ રાજ્ય બની ગયું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube