નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને આપણા એક એરફોર્સના જવાનને પાકિસ્તાને પકડ્યા હોવાના કારણે જે ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે તે બધા વચ્ચે આજે સાંજે 5 કલાકે ભારતની ત્રણેય સેના આર્મી, નેવી અને એરફોર્સના પ્રમુખ એક સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફન્સને સંબોધશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિની જાણકારી આપશે. રિપોર્ટ્સ મુજબ એવી અટકળો થઈ રહી છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં સેના આગળની રણનીતિ અને અત્યાર સુધી થયેલી ગતિવિધિઓની જાણકારી આપી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Big Breaking: પાક વિમાનોની ફરીથી ભારતની હદમાં ઘૂસણખોરીની કોશિશ, ભારતીય વિમાનોએ ખદેડ્યા


બીજી બાજુ એએનઆઈએ રક્ષા મંત્રાલયના અધિકારીઓના હવાલે લખ્યું છે કે અમારું માનવું છે કે પાકિસ્તાનની હવાઈ ઘૂસણખોરી અમારી સેના પર હુમલો હતો. આ સાથે જ અમને વિશ્વાસ છે કે પાકિસ્તાને જીનેવા સંધિ તોડીને અમારા પાઈલટ સાથે ખોટો વ્યવહાર કર્યો છે. આગળ કહેવાયું છે કે અમારું માનવું છે કે પાકિસ્તાની સેના જૈશ એ મોહમ્મદને સપોર્ટ કરી રહી છે અને મસૂદ જેવા આતંકીઓને શરણ આપી રહી છે. 


ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની જલદી ભારત વાપસી થઈ શકે છે-સૂત્ર


સમજોતા એક્સપ્રેસ અટકાવાઈ
અત્રે જણાવવાનું કે ડોન્ ન્યૂઝ ટીવીએ  રેલ અધિકારીઓના હવાલે ગુરુવારે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સમજોતા એક્સપ્રેસ રેલ સર્વિસ આગામી નોટિસ જાહેર ન થાય ત્યાં સુધી રોકવામાં આવી છે. સપ્તાહમાં બે વાર દોડતી આ ટ્રેન દ્વારા લાહોરથી 16 મુસાફરો રવાના થવાના હતાં. કરાચીથી આ ટ્રેનની મુસાફરી શરૂ થઈ પરંતુ લાહોર સ્ટેશને અટકી ગઈ. 


આ એક તસવીરથી પાકિસ્તાનના જૂઠ્ઠાણાનો આખી દુનિયામાં પર્દાફાશ, ભારતના સત્યનો વિજય


અમેરિકા સાથે થઈ વાત
બીજી બાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન એનએસએ અજીત ડોભાલ અને અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો વચ્ચે વાતચીત થઈ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રોના જણાવ્યાં મુજબ ગત રાતે બંને વચ્ચે વાતચીત થઈ. આ દરમિયાન પોમ્પિયોએ કહ્યું કે પાકિસ્તાનની ધરતી પર જૈશ એ મોહમ્મદ વિરુદ્ધ ભારતની કોઈ પણ પ્રકારની કાર્યવાહી પર અમેરિકાનું સમર્થન છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...