Loksabha Election 2024: બારામતીમાં નણંદ-ભોજાઈ વચ્ચે ચૂંટણી જંગ, સુપ્રિયા સુલે વિરુદ્ધ અજીત પવારની પત્ની સુનેત્રા પવાર
શરદ પવારે બારામતી સીટથી પોતાની પુત્રી અને ત્રણ વખતના સાંસદ સુપ્રિયા સુલેને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. બારામતીને એનસીપી સંસ્થાપક શરદ પવારના પરિવારનો ગઢ કહેવામાં આવે છે.
મુંબઈઃ લોકસભા ચૂંટણી 2024માં આ વખતે બારામતી સીટ સૌથી વધુ ચર્ચામાં રહેવાની છે. શરદ પવારની આગેવાનીવાળી એનસીપીએ બારામતીથી સુપ્રિયા સુલેને ટિકિટ આપી છે. તેવામાં હવે બારામતીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના અધ્યક્ષ અજીત પવારની પત્ની સુનેત્રા એ પસાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) ની કાર્યકારી અધ્યક્ષ અને ત્રણ વખતના સાંસદ સુપ્રિયા સુલે વચ્ચે મુકાબલો થથશે. હકીકતમાં સુલેના નામની જાહેરાત બાદ સુનેત્રા પવારના નામની જાહેરાત કરવામાં આવી છે.
ત્રણ વખતની સાંસદ છે સુપ્રિયા સુલે
બારામતી લોકસભા સીટથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી) ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે સતત ત્રણ ટર્મથી સાંસદ છે. શનિવારે સાંજે શરદ પવારની આગેવાનીવાળી એનસીપીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. તેમાં સુપ્રિયા સુલેને ફરી બારામતીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
સુનીલ તટકરેએ સુનેત્રાના નામની જાહેરાત કરી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ) ના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ બારામતી લોકસભા ક્ષેત્રથી સુનેતા અજિત પવારના નામની જાહેરાત કરી છે. અજિત પવારના એનડીએમાં આવ્યા બાદથી ચર્ચા હતી કે તે લોકસભા ચૂંટણીમાં બારામતી સીટથી ઉમેદવાર ઉતારશે. છેલ્લા કેટલાક મહિનાથી સ્પષ્ટ હતું કે અજિત પવારની પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડશે. આજે આ લડાઈ પર મહોર લાગી ગઈ છે.
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા ભાજપે ભૂપેન્દ્ર પટેલને સોંપી મહત્વની જવાબદારી, આ સમિતિમાં કર્યા સામેલ
ટિકિટ મેળવી શું બોલ્યા સુનેત્રા પવાર
બારામતીને શરદ પવારનો ગઢ માનવામાં આવે છે. ઉમેદવારીની જાહેરાત બાદ સુનેત્રા પવારે ટિપ્પણી કરી છે કે આજે મારા જીવનનો સૌથી સૌભાગ્યશાળી દિવસ છે. આજે મને મહાયુતિના માધ્યમથી બારામતી સીટથી ચૂંટણી લડવાની તક મળી છે. સુનેત્રા પવારે આ ઉમેદવારી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત રાજ્યમાં મહાગઠબંધનના બધા નેતાઓનો આભાર માન્યો છે.
બારામતીમાં નણંદ વિરુદ્ધ ભોજાઈ
હકીકતમાં એનસીપી સુપ્રીમો શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સુનેત્રા એ પવારની નણંદ છે. આમ તો બંને વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ છે. તેવામાં હવે બારામતીમાં નણંદ અને ભોજાઈનો મુકાબલો થશે. બીજીતરફ નામ લીધા વગર બુધવારે અજિત પવારે સંકેત આપ્યો હતો કે એનસીપી એક-બે દિવસમાં બારામતીથી પોતાના ઉમેદવારની જાહેરાત કરશે. તો આજે સુપ્રિયા સુલેના નામની જાહેરાત બાદ પવાર જૂથ દ્વારા સુનેત્રા પવારના નામની ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવી છે.