Sachin Vaze Case: અનિલ દેશમુખની ખુરશી બચાવવા શરદ પવાર મેદાનમાં, વાઝે-દેશમુખની મુલાકાત પર કર્યો ચોંકાવનારો ખુલાસો
શરદ પવાર હવે ખુલીને રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખના બચાવમાં મેદાનમાં આવ્યા છે. તેમણે સચિન વાઝે અને અનિલ દેશમુખની મુલાકાત પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જો કે ભાજપે આ દાવા પર સવાલ ઉઠાવ્યો છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir Singh) ના પત્રથી રાજકીય ભૂકંપ આવી ગયો છે. આ અંગે સોમવારે સંસદના બંને સદનોમાં ખુબ હંગામો મચી ગયો. આ બધા વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે (Sharad Pawar) આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની વાત રજુ કરી. પ્રેસ કોન્ફરન્સમાં પવારે ફરીથી અનિલ દેશમુખ (Anil Deshmukh) નો બચાવ કર્યો. તેમણે કહ્યું કે ફેબ્રુઆરી મહિનામાં દેશમુખ હોસ્પિટલમાં દાખલ હતા. આવામાં ફેબ્રુઆરીમાં દેશમુખ અને સચિન વચ્ચે વાતચીતનો આરોપ ખોટો છે. પવારે આ દરમિયાન દેશમુખ હોસ્પિટલમાં દાખલ થયા હતા તેની પરચી પણ બતાવી.
શરદ પવાર (Sharad Pawar) બચાવ કરતા કહ્યું કે કોરોનાના કારણે 5થી 15 ફેબ્રુઆરી સુધી તેઓ નાગપુરની હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારબાદ 16 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી તેઓ હોમ આઈસોલેટ હતા. તેમણે કહ્યું કે સ્પષ્ટ છે કે આરોપ ખોટા છે. આવામાં અનિલ દેશમુખ (Anil Deshmukh) ના રાજીનામાનો સવાલ ઉઠતો નથી. પરમબીર સિંહના આરોપોથી મહાવિકાસ આઘાડી સરકાર પર કોઈ અસર પડશે નહીં.
પવારે કહ્યું કે આરોપ જે સમયના હતા તે સમયની સ્થિતિ શું હતી તે સ્પષ્ટ થઈ ગયું છે. આ એક ગંભીર ચીજ છે. તેમણે કહ્યું કે આ સીએમનું કામ છે કે તેઓ તેના પર એક્શન લેવા માંગે છે તો લે, કે તપાસ કરવા માંગતા હોય તો કરે. એ કામ મારું નથી. જે સમયના આ આરોપ લાગ્યા છે, તે સમયે અનિલ દેશમુખ હોસ્પિટલમાં હતા. આવામાં એ વાત સ્પષ્ટ છે કે આ આરોપમાં કોઈ દમ નથી.
Maharashtra: સરકાર પર સંકટ? NCP બાદ હવે કોંગ્રેસે બોલાવી તાબડતોબ હાઈ લેવલ મીટિંગ
Mansukh Hiren Death Case: મનસુખ હિરેનની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો ATS એ કેવી રીતે એક એક તાર જોડ્યા
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube