Maharashtra: સરકાર પર સંકટ? NCP બાદ હવે કોંગ્રેસે બોલાવી તાબડતોબ હાઈ લેવલ મીટિંગ
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) માં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મહાવિકાસ આઘાડી સરકાર પર વિપક્ષ નિશાન સાધી રહ્યો છે. ભાજપ સતત મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) ના રાજીનામાની માગણી કરી રહ્યો છે. આ બધા વચ્ચે સરકારના સાથી પક્ષોની બેઠકનો દોર ચાલુ છે. એનસીપી બાદ હવે કોંગ્રેસમાં પણ હાઈલેવલ મીટિંગ થઈ છે. કોંગ્રેસની આ બેઠકમાં રાજ્યના તમામ હાલાત પર ચર્ચા થઈ છે.
કોંગ્રેસે માંગ્યો રિપોર્ટ
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી મહારાષ્ટ્રના પ્રભારી એચ કે પાટીલે કહ્યું કે મહારાષ્ટ્ર સીએલપી નેતા, પીસીસી અધ્યક્ષ અને મહારાષ્ટ્રના કોર ગ્રુપના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક બેઠક આયોજિત કરી છે. તેમણે કહ્યું કે સ્થિતિની સમીક્ષા કરાઈ રહી છે અને સ્થિતિ પર રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
Held a meeting with the Maharashtra CLP leader, PCC president and Maharashtra Core Group leaders yesterday through video conferencing, took a stock of the situation and sought a report on the situation: AICC in-charge of Maharashtra, HK Patil
(File photo) pic.twitter.com/bJMpcB9mxP
— ANI (@ANI) March 22, 2021
આરોપોના આધારે રાજીનામું નહીં
બીજી બાજુ શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે જો રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખે નક્કી કર્યું હોય કે અનિલ દેશમુખ ઉપર જે આરોપ લાગ્યા છે તેમાં તથ્ય નથી અને તેની તપાસ થવા જોઈએ તો તેમા ખોટું શું છે? આરોપ તમામ નેતાઓ પર લાગતા હોય છે. બધાના રાજીનામા લઈને બેસીએ તો સરકાર ચલાવવી મુશ્કેલ થઈ જાય.
अगर राष्ट्रवादी कांग्रेस के प्रमुख(शरद पवार) ने तय किया है कि अनिल देशमुख के ऊपर जो आरोप लगे हैं, उनमें तथ्य नहीं है और उनकी जांच होनी चाहिए तो इसमें गलत क्या है? आरोप सभी नेताओं के ऊपर लगते रहे हैं। सबका इस्तीफा लेकर बैठे तो सरकार चलाना मुश्किल हो जाएगा: शिवसेना नेता संजय राउत pic.twitter.com/q0ZyBBjfwA
— ANI_HindiNews (@AHindinews) March 22, 2021
પરમબીર સિંહના આ દાવાને એનસીપીના મોટા નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે પણ ફગાવ્યો છે. નવાબ મલિકનું કહેવું છે કે પરમબીર સિંહે પદ પર હતા ત્યારે આ વાત કેમ ન કરી. પત્રના આધારે દેશમુખના રાજનામાનો સવાલ જ નથી. તપાસ થશે. તપાસ બાદ પાર્ટી આગળની કાર્યવાહી પર વિચાર કરશે.
રામદાસ આઠવલેએ સાધ્યું નિશાન
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે અમારે મહારાષ્ટ્ર સરકારને પાડવાની જરૂર નથી. એટલા આરોપ પ્રત્યારોપ સામે આવી રહ્યા છે કે મહારાષ્ટ્ર સરકાર પોતાના કારનામાના કારણે પોતે જ પડી જશે અને ત્યારબાદ અમે ત્યાં સરકાર બનાવીશું.
हमें महाराष्ट्र सरकार को गिराने की ज़रूरत नहीं है। इतने आरोप-प्रत्यरोप और इतने मामले सामने आ रहे हैं कि महाराष्ट्र सरकार अपने कारनामों से खुद ही गिर जाएगी और उसके बाद हम वहां सरकार बनाएंगे: केंद्रीय मंत्री रामदास अठावले, शरद पवार द्वारा महाराष्ट्र सरकार को गिराने वाले बयान पर pic.twitter.com/EIwPICdEeh
— ANI_HindiNews (@AHindinews) March 22, 2021
શું છે મામલો
અત્રે જણાવવાનું કે મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના ભ્રષ્ટાચારના આરોપોને લઈને NCP પ્રમુખ શરદ પવારના નેતૃત્વમાં એક બેઠક થઈ હતી. ત્યારબાદ મહાવિકાસ આઘાડી સરકારમાં વરિષ્ઠ મંત્રી જયંત પાટીલે કહ્યું કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાનો સવાલ જ પેદા થતો નથી. એનસીપી અધ્યક્ષ શરદ પવારના નિવાસ સ્થાને થયેલી બેઠક બાદ પાટીલે કહ્યું કે જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન બહાર વિસ્ફોટક સામગ્રીવાળા વાહનની ઘટના અને થાણેના વેપારી મનસુખ હિરેનની હત્યાના મામલેથી ધ્યાન ભટકાવવાની જરૂર નથી. આ અગાઉ પવારે કહ્યું હતું કે દેશમુખ પર નિર્ણય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કરશે. નોંધનીય છે કે પરમબીર સિંહે દાવો કર્યો છે કે અનિલ દેશમુખ ઈચ્છતા હતા કે પોલીસ અધિકારી મુંબઈમાં હોટલો અને બારમાં જઈને તેમના માટે દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે