મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે એનસીપી ચીફ શરદ પવારનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે  કહ્યું કે આજે અમે મહાવિકાસ આઘાડી સાથે છીએ. પરંતુ 2024માં થનારી ચૂંટણીમાં સાથે રહીશું કે નહીં, તે અંગે અત્યારથી કશું કહી શકાય નહીં. શરદ પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં તેમના ભત્રીજા અજીત પવાર ભાજપ સાથે જાય તેવી ચર્ચાઓ જોરમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદ પવાર અમરાવતીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું 2024માં મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી મળીને ચૂંટણી લડશે. જેના પર તેમણે  કહ્યું કે આજે અમે મહાવિકાસ આઘાડીનો ભાગ છીએ અને અમારી સાથે કામ કરવાની ઈચ્છા છે. પરંતુ માત્ર ઈચ્છા જ રાજકારણમાં પૂરતી હોતી નથી. સીટોની ફાળવણી, કોઈ સમસ્યા છે કે નહી, આ બધા પર હજુ ચર્ચા થઈ નથી. તો હું તમને આ અંગે કેવી રીતે બતાવું. 


તોડફોડની રાજનીતિથી નુકસાન
શરદ પવારે અમરાવતીમાં પ્રેસ કોન્ફન્સ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં જે તોડફોડની રાજનીતિ શરૂ થઈ રહી છે, તેનાથી રાજ્યને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે જેમને તોડફોડની રાજનીતિક કરવાની છે, તેઓ એવી રાજનીતિ કરી, પરંતુ અમારે જે કરવાનું છે, તે અમે કરીશું. 


જેસીપી તપાસ પ્રભાવી નહીં
શરદ પવારે એકવાર ફરીથી અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા થઈ રહેલી જેપીસી તપાસની માગણીનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, જેપીસીમાં 21 સભ્ય હશે. તેમાંથી 15 સત્તાધારી, જ્યારે 6 વિપક્ષી સાંસદ હશે. આવામાં જેપીસી કમિટીનો શું નિર્ણય હશે તે અંગે બોલવાની જરૂર નથી. મેં કહ્યું હતું કે આ મામલે જેપીસી નહીં, સર્વોચ્ચ ન્યાયાલની સમિતિ વધુ પ્રભાવી રહેશે. આ વાત મે પહેલા પણ કહી હતી. આમ છતાં વિપક્ષી દળો જો જેપીસીની માગણી કરે છે તો હું તેમની સાથે રહીશ. 


પ્રયાગરાજના ડે.CMO નો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો, આત્મહત્યાની આશંકા


ખરેખર સંકટમાં છે શિંદે-ફડણવીસ સરકાર? રાઉતના 15 દિવસના 'ડેથ વોરંટ' પાછળ શું છે કહાની


કોંગ્રેસના મંત્રી ભૂલ્યા મર્યાદા, મહિલા સાથે કરી 'ગંદી' વાત, વાયરલ થયો અશ્લીલ વીડિયો


એકનાથ શિંદેએ પવારના નિવેદનનું કર્યું સ્વાગત
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ શરદ પવારના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, શરદ પવાર ખુબ અનુભવી નેતા છે. તેમનું આ નિવેદન ખુબ મહત્વનું છે. તેમના નિવેદનમાં ખુબ ગંભીરતા હોય છે. જેમને જે વિચારવું હોય તે વિચારે..હું આટલું જ કહીશ. 


અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ચાલુ છે. જ્યાં એક બાજુ સંજય રાઉત શિંદે-ફડણવીસ સરકાર પડવાનો દાવો કરી રહ્યા છે ત્યા અજીત પવાર ભાજપ સાથે જવાની ચર્ચા છે. દાવો થઈ રહ્યો છે કે એનસીપીના 53 વિધાયકોમાંથી લગભગ 30-34 વિધાયકોની સાથે શિંદે-ફડણવીસ સરકારનો ભાગ બની શકે છે. દાવો  એ પણ છે કે અજીતને એનસીપીના પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, છગન ભૂજબળ, ધનંજય મુંડે જેવા પ્રમુખ ચહેરાઓનું સમર્થન મળ્યું છે. જો કે શરદ પવાર એકવાર ફરીથી તેમના મિશનમાં રોડો બનતા જોવા મળી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube