‘હાલની સરકાર ‘મન કી બાત’ તો કરે છે, પણ ‘જન કી બાત’ નથી સાંભળતી’
નસીપી શરદ પવારે કહ્યું કે, મોદી બીજેપી માટે એક મજબૂત નેતા છે, પરંતુ દેશ માટે મજબૂત નેતા નથી. તેમની મંત્રીમંડળની ટીમમાં કામને અંજામ આપવાની ક્ષમતા નથી
મુંબઈ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે મંગળવારે કહ્યું કે, જો કેન્દ્ર સરકાર પ્રભાવી હોત તો સીબીઆઈના ઉચ્ચ અધિકારીઓ પર લાંચના આરોપ ન લાગતા. પવારે કહ્યું કે, પીએમ મોદી આ મામલે ચૂપ છે. તેમણે કાર્યવાહી કરવી જોઈએ. પવારે રાફેલ વિમાન ડીલને લઈને કેન્દ્ર સરકાર પર હલ્લાબોલ કર્યું અને મામલાની તપાસ સંસદની સંયુક્ત સંસદીય સમિતિ પાસેથી કરાવવાની માંગી કરી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ)ના ડાયરેક્ટર આલોક વર્મા અને એજન્સીના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. અસ્થાનાની આગેવાનીવાળી વિશેષ તપાસ ટીમના અધિકારીની ધરપકડકથી આ મામલો વધુ ગરમાયો છે. પવારે એક અંગત ચેનલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.
એનસીપી શરદ પવારે કહ્યું કે, મોદી બીજેપી માટે એક મજબૂત નેતા છે, પરંતુ દેશ માટે મજબૂત નેતા નથી. તેમની મંત્રીમંડળની ટીમમાં કામને અંજામ આપવાની ક્ષમતા નથી. પીએમઓ બહુ જ શક્તિશાળી છે. બધા નિર્ણયો ત્યાં જ લેવાઈ રહ્યાં છે અને મંત્રીઓની ફાઈલો માત્ર સિગ્નેચર કરવા માટે જ મોકલવામાં આવી રહી છે. હાલની સરકાર માત્ર ‘મન કી બાત’ જ કરે છે, પરંતુ ‘જન કી બાત’ સાંભળતી જ નથી.
લોકોની આશા પર સરકાર ખરી ન ઉતરી
મોદી સરકારના પ્રદર્શન વિશે પૂછવા પર શરદ પવારે કહ્યું કે, હાલની સરકાર પાસેથી લોકોને જે અપેક્ષા હતી, તે પૂરી થઈ નથી. 2014માં તેમણે જે વાયદા કર્યા હતા, તે ચાર વર્ષ બાદ પણ જમીન પર જ નજર નથી આવી રહ્યાં. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સુશાસન માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો હતો, અને તેમના ઈરાદા પણ શ્રેષ્ઠ હતા. તે સ્થિતિ આજે નથી.
રાફેલ ડીલ વિશે પવારે કહ્યું કે, કેન્દ્રએ આ સ્પષ્ટતા કરવી જોઈએ કે, એક વિમાનની કિંમત 570 કરોડ રૂપિયાથી વધીને 1600 કરોડ રૂપિયા કેવી રીતે થઈ ગઈ. શંકા તો જશે જ. તેથી સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ થવી જોઈએ. જો બીજેપી બોફોર્સ મામલે જેપીસી તપાસ માટે સંસદને ત્રણ સપ્તાહ સુધી રોકી શકે છે, તો હવે સત્તારુઢ બીજેપી જીપેસીનો વિરોધ કેમ કરી રહી છે.
રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે કે નહિ તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લગાવેલા આરોપ વિશે પ્રશ્ન પૂછાતા શરદ પવારે જવાબ આપ્યો કે, તેમને આ વિશે કોઈ માહિતી નથી. હું તો માત્ર એટલું જ જાણું છું કે વિમાન સારું છે. રાહુલ ગાંધીની પાસે ભ્રષ્ટાચાર વિશે મારા કરતા વધુ માહિતી હોઈ શકે છે.