મહારાષ્ટ્ર પર મોટો ખુલાસો: શરદ પવાર આ 2 શરતો પર કરવા માંગતા હતા `ડીલ`, PM મોદી થયા નહી તૈયાર
ભારતીય જનતા પાર્ટી (BJP)ને સમર્થન આપવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar)એ બે શરતો મુકી હતી. પહેલી શરત હતી કે રાજકારણમાં સક્રિય પુત્રી સુપ્રિયા સુલે (Supriya Sule) માટે ભારે ભરખમ કૃષિ મંત્રાલય અને બીજી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ની જગ્યાએ બીજા કોઇને મુખ્યમંત્રી બનાવવા. જ્યારે આ વાતનો વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) ની સામે આવી તો તે સરકાર બનાવવા માટે આ શરતોને માનવા માટે તૈયાર નથી.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ને સમર્થન આપવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અધ્યક્ષ શરદ પવાર(Sharad Pawar)એ બે શરતો મુકી હતી. પહેલી શરત હતી કે રાજકારણમાં સક્રિય પુત્રી સુપ્રિયા સુલે (Supriya Sule) માટે ભારે ભરખમ કૃષિ મંત્રાલય અને બીજી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ની જગ્યાએ બીજા કોઇને મુખ્યમંત્રી બનાવવા. જ્યારે આ વાતનો વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) ની સામે આવી તો તે સરકાર બનાવવા માટે આ શરતોને માનવા માટે તૈયાર નથી.
ભાજપના સૂત્રોએ આઇએએનએસને જણાવ્યું હતું કે પાર્ટી નેતૃત્વને લાગ્યું કે જો મહારાષ્ટ્ર (Maharashtra)માં સમર્થન પ્રાપ્ત કરવા માટે એનસીપીને કૃષિ મંત્રાલયને આપી દીધું, તો પછી બિહારમાં જૂના સહયોગી જેડીયૂ રેલવે મંત્રાલય માટે દાવો ઠોકી ધર્મસંકટ પેદા કરી શકે છે. એવામાં પ્રચંડ બહુમત છતાં બે મોટા મંત્રાલય ભાજપના હાથમાંથી નિકળી શકે છે.
શરત માનવી ભાજપ માટે શક્ય ન હતી
સૂત્રોએ શરદ પવારની બીજી શરત વિશે જણાવ્યું કે જે પ્રકારે મહારાષ્ટ્ર (Maharashtra) જેવા રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ 5 વર્ષ સુધી બેદાગ સત્તા ચલાવવામાં સફળ રહ્યા અને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમને મુખ્યમંત્રીનો ચહેરો બનાવીને ચૂંટણી લડ્યા, 24 ઓક્ટોબરના રોજ પરિણામ આવવાના દિવસે પાર્ટી મુખ્યાલય પર કાર્યકર્તાઓને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ફડણવીસના જ નેતૃત્વમાં સરકાર બનાવવાની જાહેરાત કરી, ત્યારબાદ ફડણવીસની જગ્યાએ બીજા કોઇને સીએમ બનાવવાની શરત માનવી ભાજપના શક્ય ન હતી.
વિચારવા માટે આપ્યો સમય
સૂત્રોનું કહેવું છે કે આ બંને માંગોને સ્વિકારવા માટે શરદ પવારે ભાજપ અને મોદી-શાહને સંદેશ મોકલીને વિચારવાનો સમય આપ્યો હતો. એટલું જ નહી પરિણામો આવ્યા બાદ પવારે ભાજપ નેતૃત્વ વિરૂદ્ધ એવું કંઇ તીખું બોલ્યા ન હતા, જેના પર ભાજપ તરફથી જવાબી પ્રતિક્રિયા આવવાનો અવકાશ રહેતો. નિવેદનબાજી ફક્ત શિવસેના અને ભાજપ વચ્ચે થતી રહી.
45-50 મિનિટ લાંબી વાતચીત
સૂત્રોનું કહેવું છે કે માંગ પર ભાજપ દ્વારા સકારાત્મક વલણ ન મળતાં 20 નવેમ્બરના રોજ જ્યારે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીને પવાર મળ્યા તો લગભગ 40-45 મિનિટ લાંબી વાતચીત ચાલી. જોકે આ મુલાકાત પણ વડાપ્રધાન નરેંદ્ર મોદી શરદ પવારની બંને માંગો પર રાજી ન થયા અને ના તો તેમણે ખુલીને કહ્યું. આ દરમિયાન 22 નવેમ્બરના રોજ રાતોરાત શરદ પવારના ભત્રીજા અજિત પવારે (Ajit Pawar) બાગી બનીને ભાજપ સાથે સરકાર બનાવવાની ઓફર કરી દીધી. શરૂઆતના સમાચારોમાં કહેવામાં આવ્યું કે અજિત પવાર સાથે 30-35 ધારાસભ્યો તૂટીને ભાજપ સાથે સરકાર બનાવવા માટે તૈયાર છે.
મૌન સહમતિ
એમ પણ કહેવામાં આવ્યું કે તેમાં શરદ પવારની પણ મૌન સહમતિ છે. પરંતુ પછી શરદ પવારે ટ્વિટ કરી ભાજપ સાથે એનસીપીના ગઠબંધનની વાતને નકારી કાઢતાં કહ્યું કે સરકારમાં સામેલ થવાનો અજિત પવાર (Ajit Pawar)નો અંગત નિર્ણય છે.
બે શરતોની ખૂબ ચર્ચા રહી
સંઘ અને ભાજપ મુદ્દાના જાણકાર નાગપુરના દિલીપ દેવઘરે આઇએએનએસને કહ્યું કે ''સંઘ પરિવારમાં શરદ પવારની આ બે શરતોની ખૂબ ચર્ચા રહી. જોકે તેનાથી પણ વધુ ચર્ચા વડાપ્રધાન નરેંદ્ર મોદીના દબાણો આગળ ન ઝુકવાની રહી. મહારાષ્ટ્રમાં ખેડૂતોના મુખ્ય મુદ્દા હોવાના કારણે ત્યાંના રાજકારણ માટે કૃષિ મંત્રાલય ખૂબ મહત્વનું છે. શરદ પવાર પૂર્વમાં કૃષિ મંત્રી રહી ચૂક્યા છે. બીજું મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસ મોદીની જ શોધ રહ્યા છે, એવામાં તેમને સાઇડલાઇન કરવાનો પ્રશ્ન ઉદભવતો જ નથી. શરદ પવારને જ્યારે લાગ્યું કે ભાજપની તેમની માંગોને લઇને માનવાની નથી, તો તેમણે આખરે કોંગ્રેસ-શિવસેના સાથે પહેલાંથી જ સરકાર બનાવવાને લઇને ચાલી રહેલી વાતચીતને મુકામ પર પહોંચાડવાનો નિર્ણય કર્યો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube