ભાજપ

VIDEO: MP હનુમાન બેનીવાલે કહ્યું- 'દલિત સમાજ માટે મોદી સરકાર ચિંતિંત પરંતુ...'

હનુમાન બેનીવાલે સાથે જણાવ્યું હતું કે, ભલે કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર દલિત સમાજ માટે ચિંતિત હોય પરંતુ રાજસ્થાનની ભાજપ પાર્ટી દલિતોની ચિંતા કરતી નથી અને આજ કારણ છે કે દલિત યુવકની હત્યા બાદ પણ તેને ન્યાય અપાવવા માટે પ્રદેશ ભાજપ નીરસ જોવા મળી રહી છે.

Feb 23, 2020, 11:56 AM IST

'અખંડ ભારત'ની દિશામાં PoK પરત લેવું આગામી પગલું: રામ માધવ

ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યું કે, પીઓકેને પરત લેવાનું કામ તબક્કાવાર રીતે થશે. તેમણે આ વાત દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કહી હતી. 
 

Feb 22, 2020, 11:44 PM IST

અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાતના પ્રવાસે, મોટેલા સ્ટેડિયમની લેશે મુલાકાત

ગૃહ પ્રધાન અમિત શાહ ત્રણ દિવસ માટે અમદાવાદના પ્રવાસે આવી રહ્યાં છે. 

Feb 22, 2020, 06:58 PM IST

નમસ્તે ટ્રમ્પઃ અભિવાદન નાગરિક સમિતિની સભ્યોએ લીધી સ્ટેડિયમની મુલાકાત, તૈયારીનું કર્યું નિરીક્ષણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવાર 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવવાના છે. 
 

Feb 22, 2020, 06:48 PM IST

નમસ્તે ટ્રમ્પઃ પ્રિયંકા ગાંધીએ ટ્રમ્પ પર ખર્ચને ઉઠાવ્યા સવાલ, ભાજપે કર્યો પલટવાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ભારત આવી રહ્યાં છે. તેમના સ્વાગતમાં અમદાવાદમાં 100 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ પૈસા જે સમિતિના માધ્યમથી ખર્ચ કરવામાં આવી રહ્યાં છે તેના પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. ભાજપે પલટવાર કરતા પૂછ્યું કે કોંગ્રેસ ખુશ કેમ નથી?

Feb 22, 2020, 04:31 PM IST
Controversial Statement Of BJP MLA From Jamnagar Rural PT3M41S

જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન

જામનગર ગ્રામ્ય ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય રાઘવજી પટેલે ખાનગી શાળાના કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. સરકારી શિક્ષણ પરથી લોકોને વિશ્વાસ ઉઠતો જાય છે. ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવા અપીલ કરી હતી. થાવરિયા ગામે ખાનગી શાળાના ઉદઘાટન પ્રસંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. ધારાસભ્યના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Feb 21, 2020, 06:25 PM IST
BJP MLA Of Vadodara Annoyed Over Development Work PT2M23S

વડોદરા ભાજપના વધુ એક MLA વિકાસ કામ અંગે નારાજ

ભાજપના ધારસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી હતી. પાણીના મુદ્દે શૈલેશ મહેતાએ સભામાં સવાલ ઉઠાવ્યા હતા. શૈલેષ મેહતા ડભોઇના ધારાસભ્ય અને વડોદરાના કોર્પોરેટર છે. પોતાના વિસ્તરના કામો યોગ્ય રીતે ન થઇ રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. પાણી, રોડ રસ્તા અને ટીપી કામોને લઈને સભામાં સવાલ ઉભા કર્યા હતા.

Feb 20, 2020, 06:05 PM IST
Viral video of Rajkot jilla pramukh PT3M4S

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પર ઉડ્યા રૂપિયા

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પર ઉડ્યા રૂપિયા

Feb 20, 2020, 10:35 AM IST

જામનગર: કોંગ્રેસ વિરોધનાં ઉન્માદમાં ભુલ્યું ભાન, મેયરનાં ટેબલ પર ચડી રામધુન બોલાવી

મહાનગરપાલિકામાં વર્ષ 2020-21 ના બજેટ ને બહાલી આપવા માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસના વિરોધ સાથે શાસક પક્ષ ભાજપ દ્વારા રૂપિયા 689.80 કરોડનું બજેટ, રૂ. 170 કરોડની પુરાંત સાથે મંજૂર કરવામાં આવ્યું. જોકે મેયર દ્વારા વિપક્ષના અમુક સભ્યોને બજેટના પ્રશ્નો અંગે ન સાંભળતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના સભ્યોએ બોર્ડમાં ધરણા યોજી તેમજ સૂત્રોચ્ચાર કરી અને ટેબલ પર બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. એક રીતે કહી શકાય કે આગામી મનપાની ચૂંટણીને ધ્યાને રાખીને શાસક પક્ષ દ્વારા ફુલગુલાબી બજેટ રજૂ કરવાનો પ્રયાસ કર્યો.

Feb 19, 2020, 11:40 PM IST

Shaheen Bagh Protest: શાહીન બાગમાં પ્રદર્શનકારીઓને સવાલ સમજાવતી જોવા મળી તીસ્તા, ભાજપે જારી કર્યો વીડિયો

ભાજપનો દાવો છે કે વાર્તાકારો સાથે વાત કરવા માટે શાહીન બાગના પ્રદર્શનકારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ બીજું કોઈ નહીં પરંતુ તીસ્તા સીતલવાડ આપી રહી છે. 
 

Feb 19, 2020, 09:59 PM IST

ગૃહ મંત્રી અમિત શાહને CM કેજરીવાલ, શાહીન બાગ મુદ્દે આપ્યું આ નિવેદન

સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી છે. આ અવસર પર અરવિંદ કેજરીવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમિત શાહની સાથે શાહીન બાગના મુદ્દે કોઇ વાત થઇ નથી.  

Feb 19, 2020, 04:45 PM IST

કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં આંતરિક વિખવાદ, સત્તાની લાલચમાં ફરી ભંગાણના એંધાણ

મહેસાણા નગરપાલિકામાં ફરી એક વખત ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં આંતરિક વિખવાદ સહીત સત્તાની લાલચમાં ફરી ભંગાણ સર્જાવા ગયો છે. કોંગ્રેસના 23 સભ્યોમાંથી 17 નગરસેવકોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે.

Feb 18, 2020, 06:08 PM IST
BJP MLA Ketan Inamadar write letter to CM PT6M55S

ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર નારાજ, લખ્યો સીએમને કાગળ

ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર નારાજ, લખ્યો સીએમને કાગળ

Feb 18, 2020, 11:50 AM IST

પીએમ મોદીએ આપી શુભેચ્છા, કેજરીવાલ બોલ્યા- કાશ! તમે શપથ ગ્રહણમાં આવ્યા હોત તો

સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસ પર હતા. પીએમ મોદીએ તેમને શપથ ગ્રહણ પર ટ્વીટરથી શુભેચ્છા આપી છે. 

Feb 16, 2020, 11:28 PM IST
BJP leader Dhawalsinh zala write letter to CM PT3M27S

LRD મામલે ભાજપ નેતા ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર

LRD મામલે ભાજપ નેતા ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે.

Feb 15, 2020, 03:40 PM IST

'ગોળી મારો', 'દેશના ગદ્દારો' જેવા વિવાદિત નિવેદનોથી દિલ્હી ચૂંટણીમાં પાર્ટીને થયું નુકસાનઃ અમિત શાહ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં થયેલા પરાજય બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હારનો સ્વીકાર કરતા કહ્યું કે, પાર્ટીના નેતાઓએ આપેલા વિવાદિત નિવેદનોને કારણે પણ નુકસાન થયું છે. 

Feb 13, 2020, 07:55 PM IST

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારમાં પણ ભાજપ માટે છૂપાયેલા છે મોટા ખુશખબર, જાણો કેવી રીતે

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. રિઝલ્ટનો શોરબકોર પણ હવે શાંત થયો છે. આમ આદમી પાર્ટીને ફાળે 62 બેઠકો ગઈ અને પાર્ટીએ સતત ત્રીજીવાર દિલ્હીની સત્તા મેળવી છે. ભાજપનો દિલ્હીમાં વનવાસ પૂરો થયો નથી. જો કે પરિણામમાં હાર હોવા છતાં ભાજપ માટે ખુશખબર છૂપાયેલા છે. કારણ કે કોંગ્રેસનું જ્યાં દિલ્હીમાં પત્તું કપાઈ ગયું છે ત્યાં ભગવા પાર્ટીના વોટશેરમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. 

Feb 13, 2020, 01:54 PM IST

દિલ્હીના 70 ધારાસભ્યોમાંથી 50%ની વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ કેસઃ એડીઆર

આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યોમાંથી પ્રત્યેકની સરેરાશ સંપત્તિ 14.96 કરોડ રૂપિયા છે. તો ભાજપના 8 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 9.10 કરોડ રૂપિયા છે. 

Feb 12, 2020, 10:59 PM IST
Raju Odedara Caught Vadodara Crime Branch PT4M6S

ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ફોન પર ગાળો બોલવાર રાજુ ઓડેદરાની ધરપકડ

ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav)ને ફોન પર ગાળો આપવાના મામલામાં પોરબંદરના રાજુ ઓડેદરા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વિજય યાદવ નામના શખ્સે રાજુ ઓડેદરા સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રાજુ ઓડેદરાની ધરપકડ કરી છે. રાજુ ઓડેદરાની વિરમગામના માંડલમાંથી ધરપકડ કરાઈ છે.

Feb 12, 2020, 05:10 PM IST

દિલ્હી ચૂંટણી: BJPની કારમી હારથી પાર્ટીમાં સન્નાટો!, મનોજ તિવારીએ કરી રાજીનામાની રજુઆત

દિલ્હીમાં 21 વર્ષના રાજકીય વનવાસ બાદ સત્તામાં વાપસીના સપના જોઈ રહેલા ભાજપ (BJP) ને આ વખતે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections 2020) માં એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. 70 સભ્યોવાળી વિધાનસભામાં પાર્ટી ફક્ત 8 બેઠકો મેળવી શકી. સૂત્રોના જણાવ્યાં મુજબ ચૂંટણીમાં કારમી હારની જવાબદારી લેતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાની રજૂઆત કરી છે. 

Feb 12, 2020, 03:57 PM IST