Modi government: બેઠકોના ધમધમાટ વચ્ચે મોદી સરકાર 3.0ની ઔપચારિકતા પણ શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને કેબિનેટ ભંગ કરવાની રાષ્ટ્રપતિને ભલામણ કરી.  રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી સરકારની શપથવિધિ ન થાય ત્યાં સુધી કાર્યવાહક પ્રધાનમંત્રી રહેવા માટે નરેન્દ્ર મોદીને ભલામણ કરી છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પણ મુલાકાત કરી હતી. મળતી માહિતી પ્રમાણે 8 જૂનના રોજ મોદી સરકાર 3.0ની શપથવિધિ યોજાઈ શકે છે પરંતુ, મંત્રી મંડળમાં સહયોગી દળોની ફરમાઈશોનું લિસ્ટ લાંબુ છે.. જુઓ આ રિપોર્ટ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકાર 2.0ના પૂર્ણ વિરામના આ દ્રશ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત કરીને રાજીનામું સોંપ્યું. આ સાથે જ પીએમ મોદીએ 17મી લોકસભા ભંગ કરવાની પણ રાષ્ટ્રપતિને ભલામણ કરી.. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નરેન્દ્ર મોદીનું રાજીનામું સ્વીકારીને કાર્યવાહક પ્રધાનમંત્રી તરીકે કાર્યભાળ સંભાળવા માટે આગ્રહ કર્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે..


Modi Cabinet ના તે 10 ચહેરા, જેમનું મંત્રી બનવાનું સપનું રહી જશે અધુરૂ! જુઓ યાદી
Modi Cabinet: મોદી સરકારમાં કોણ બનશે મંત્રી? આ સાંસદોના નામ રેસમાં સૌથી આગળ

મોદી 8 જૂને ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લઈ શકે છે. પ્રધાનમંત્રીની સાથે મંત્રીમંડળ પણ શપથ લેશે. 5 તારીખથી 9 તારીખ સુધી રાષ્ટ્રપતિ ભવન મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે.. 


રાજીનામું આપ્યા પહેલાં પ્રધાનમંત્રી મોદીએ મંત્રી પરિષદની બેઠક યોજી હતી અને ભાજપના નેતાઓનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં PM મોદીએ કહ્યું કે, હાર-જીત રાજનીતિનો એક ભાગ છે. નંબર ગેમ ચાલ્યા કરે છે..
આપણે દસ વર્ષ સારું કામ કર્યું છે અને આગળ પણ કરીશું. સત્તા સંગઠન જનતાની આશાઓ પર ખરું ઉતર્યું છે..


લોકસભા ચૂંટણીમાં 10 સૌથી મોટી જીત, બીજા નંબર પર આ કોંગ્રેસ ઉમેદવારે મારી બાજી


દેશમાં પ્રથમ વખત કોઈ સરકારને પૂર્ણ બહુમત નથી એટલા માટે નરેન્દ્ર મોદી પાસે આ વખતે સહયોગી પક્ષોની ડિમાન્ડ પણ વધારે છે. જી હા, JDU, TDP અને LJP જેવા પક્ષોએ કેટલાક મંત્રાલય માગ્યા હોવાનું સામે આવ્યું છે..


મળતી માહિતી પ્રમાણે JDUએ 3 કેબિનેટ મંત્રાલય માગ્યા છે. એકનાથ શિંદેની શિવસેનાએ 1 કેબિનેટ મંત્રાલય અને 2 MoS માગ્યા છે. ચિરાગ પાસવાને 1 કેબિનેટ મંત્રાલય અને 1 રાજ્યમંત્રીની ભલામણ કરી છે. જીતનરામ માંઝીએ પણ કેબિનેટ મંત્રાલય માગ્યું છે. આ બધા વચ્ચે સૌથી મોટી ડિમાન્ડ TDPની સામે આવી છે.. TDPએ લોકસભાની સ્પીકર સહિત 9 જેટલા મંત્રાલયોની માગ કરી હોવાનું જણાવા મળી રહ્યું છે.. 


BUY-SELL: આજે આ Top 10 Stocks કરાવી શકે છે કમાણી? ગુમાવેલા રૂપિયા થઇ જશે રિકવર
શેરબજારની સુનામીમાં અદાણીને ₹208129 કરોડનો ઝટકો, અંબાણીએ ગુમાવ્યા ₹75144 કરોડ


લોકસભા સ્પીકરનું પદ..
સડક-પરિવહન મંત્રાલય..
ગ્રામીણ વિકાસ મંત્રાલય..
સ્વાસ્થ્ય મંત્રાલય..
આવાસ અને શહેરી મામલા..
કૃષિ મંત્રાલય..
જળશક્તિ મંત્રાલય..
સૂચના અને પ્રસારણ મંત્રાલય..
શિક્ષા મંત્રાલય..
નાણા મંત્રાલય..


હવે જોવું એ રહ્યું કે, મોદી સરકાર 3.0માં સહયોગી દળોની કેટલી માગો પર મહોર લાગે છે. ભાજપ અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી સહયોગી પર કેટલા મહેરબાન થાય છે.